________________
૧૩
સમયદશી આચાર્ય કરવા લાગે; એમાં એ કામિયાબ પણ થયો–સત્તાએ જાણે સત્ય અને શાણપણને ગળે ચીપ લગાવી દીધી !
જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા : ગણેશ ચંદ્ર પોતાના પુત્રને માટે વેળાસર ચેતી ગયા. એમને પિતાની જાતની તે જરાય ચિંતા ન હતી; એ તો મોતને સામાન સાથે લઈને ફરનારા નર હતા. પણું શતદળ કમળની જેમ ખીલતા પિતાના પ્રાણપ્યારા પુત્ર આત્મારામનું ભાવિ જોખમાઈ ન જાય એ માટે એમણે પાણું પહેલાં પાળ બાંધી : પિતાનું હૈયું કઠણ કરીને પિતાના બાર વર્ષના પુત્રને, વિ સં. ૧૯૦૬માં, એણે જીરાના રહીશ પિતાના મિત્ર ધામલને સુપરત કરી દીધા–જાણે જાલિમ કંસના કારાવાસમાંથી છટકીને વસુદેવ-દેવકીના નંદન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં પાલક પિતા-માતા નંદયશોદાના ઘરનો આશ્રય પામ્યા ! જોધામલને ભાઈનું નામ પણ દિત્તોમલ હતું, એટલે દિત્તાનું ત્રીજુ નામ પડયું દેવીદાસ.
જોધામલ જાતે ઓસવાળ અને જેન હતા. સ્થાનકમાગી ફિરકા ઉપર એમને ઊંડી આસ્થા હતી. ગણેશચંદ્ર સેપેલી જવાબદારી એમણે ધર્મબુદ્ધિથી પૂરી કરીને મિત્રધર્મનું બરાબર પાલન કર્યું. શરે અને સાહસી ક્ષત્રિયપુત્ર આત્મારામ જૈન વણિક કુળના શાણપણ અને વિચારશીલતાના સંસ્કારમાં ઊછરવા લાગે. ઉજજવળ ભાવીની પૂર્વ તૈયારીનો જાણે કોઈ અકળ સંક્ત એમાં સમાયે હતો.
ચિત્રકળાની દેવી તે આત્મારામ ઉપર જાણે પારણે ઝૂલતાં જ પ્રસન્ન થઈ હતી. સાવ નાની ઉંમરમાં પણ તેઓ હેરત પમાડે એવાં ચિત્રો દોરી શકતા. પણ એમનું ભાવી આત્મધર્મનાં સર્વકલ્યાણકારી અદ્દભુત ચિત્રો દેરીને માર્ગ ભૂલેલાઓને સત્યધર્મને માર્ગે લાવવાનું હતું, એટલે એ ચિત્રકળા એટલેથી જ અટકી ગઈ.
વળી, બીજાંની મુસીબતને ચુપચાપ જોઈ રહેવું કે એને પોતાની પરેશાનીમાં પિલાવા દઈને તટસ્થ રહેવું એ આત્મારામને હરગિજ મંજૂર ન હતું; એવી ઉપેક્ષાબુદ્ધિ કે કઠોરતા એમના સ્વભાવમાં જ ન હતી. કોઈને પણ દુઃખી કે સંકટગ્રસ્ત જોતા કે એમનું દિલ દવવા લાગતું અને એ દુઃખને દૂર કરવાની પુરુષાર્થવૃત્તિ એમનામાં સહજપણે જાગી ઊઠતી. એક વાર મિત્રોની સાથે એ નદીનાનને આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org