________________
સયમદશી આચાર્ય અને ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સુવાસિત-સંસ્કારિત બનતાં રહ્યાં. આપણી પાંજરાપે, પરબડીઓ, ચકલાંને નખાતી ચણ, પારેવાને નખાતી જર, માછલાંને અપાતી કણીક અને પાંજરાપા ઉપરાંત માંદાં પશુ-પંખીઓની માવજતમાં વ્યક્તિગત રીતે પણ દાખવવામાં આવતી ધર્મ રુચિ આ વાતની સાક્ષી પૂરે છે.
ગૂર્જરભૂમિને ઈતિહાસયુગ પણ કંઈક આવી જ કથા સંભળાવે છે. આ યુગમાં અહિંસાપ્રધાન શ્રમણ સંસ્કૃતિને કરુણા-વૈરાગ્યરસભીની ગુજરાતની ધરતી બહુ ગમી ગઈ, અને ગુજરાતમાં ઠેર ઠેર જૈનધર્મ અને બૌદ્ધધર્મનાં કેન્દ્ર સ્થપાયાં. સમય જતાં બૌદ્ધધમે ગુજરાતમાંથી વિદાય લીધી, ત્યારે જૈનધમે આ ભૂમિમાં રિથરતા પ્રાપ્ત કરી, ઘણે વિકાસ સાથે અને ગુજરાતની પ્રજાના સંસ્કારઘડતરમાં બહુ મહત્ત્વનો ફાળો આપે.
ઈતિહાસયુગમાં શ્રી શીલગુણસૂરિ, વનરાજ ચાવડો, વિમળશા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ–તેજપાળ અહિંસા, કરુણા, સંયમ, વૈરાગ્ય અને સર્વધર્મ બહુમાનની ભાવનાના આ વારસાને જીવી અને પ્રસારી જાણે. જગદગુરુ શ્રી હીરવિજય સૂરિ આ વારસાના જ પ્રતિભાશાળી પ્રતિનિધિ હતા. અને આપણે સામેના જ ભૂતકાળમાં શ્રી સહજાનંદ સ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની કારકિદી અહિંસા-કરણ અને સંયમ-વરાગ્યની ભાવનીને કેન્દ્રમાં રાખીને જ વિકસી હતી.
જૈન સંસ્કૃતિના વિક્રમની વીસમી સદીના પ્રખર જ્યોતિર્ધર શ્રી આત્મારામજી મહારાજે (આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજે ) પંજાબમાં જન્મ ધારણ કરીને ગુજરાત, પંજાબ અને બીજા પ્રદેશમાં આ વારસાને વધારે સમૃદ્ધ બનાવ્યો હતો.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ ગૌરવશાળી પરં. પરાના પ્રભાવક સંત થઈ ગયા–સંયમ અને વૈરાગ્યના, અહિંસા અને કરણના એ જ દિવ્ય વારસાને દીપાવી જાણનાર અને સ્વપકલ્યાણના એ જ ધર્મ માર્ગના પુણ્યપ્રવાસી ! ગુજરાતમાં જન્મીને જીવનભર પંજાબની ધર્મભાવનાને અને સમાજકલ્યાણના બાગબાન બનવામાં તેઓએ જીવનની કૃતાર્થતા અનુભવી હતી. તેઓ કોઈના પણ દુઃખ-દર્દ દીનતા જોતાં અને એમનું દયાળુ અંતર દ્રવવા લાગતું. એ દુઃખનું નિવારણ કરવાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org