________________
(ભીલકન્યા કુમારના મૌનથી અકળાઈ ઉઠી. તેણે પોતાની શક્તિ બતાવતાં કહ્યું) મારી પાસે એવી પણ ઔષધિ છે કે જો હું ધારું તો પશુને માનવ બનાવી શકું. હું વિશાળ સમુદ્રને ક્ષણમાત્રમાં તરી શકું છું. હું સાપ, સિંહ જેવા ભયંકર જાનવરોને એક હાથે પકડી વશમાં કરી શકું છું. મને જોઈને ભૂત પ્રેત અને પિશાચ પણ ભાગી જાય છે.’
,,
... ૧૦૬
ભીલકન્યાએ રાજકુમારનો અભિપ્રાય જાણવા પૂછયું, ‘કુમાર તમે શું વિચાર કરો છો ! તમારે મારી સાથે લગ્ન કરવાં છે કે નહીં ? તમે મારાથી બચીને નહીં જઈ શકો. જો તમે અહીંથી નાસવાનો પ્રયત્ન કરશો તો હમણાં જ હું પરાક્રમ બતાવીશ. ... ૧૦૭
જો વિવાહ કરવાની ના પાડશો તો તમને અજગર, હાથી બનાવી આકાશમાં ગોળ ગોળ ફેરવી ઉછાળીશ. બસ એક અગ્નિથી હું દૂર રહું છું. તમે જે વિસ્તારમાં ઊભા છો, તે સો યોજનની લાંબી અટવી છે. આ અટવી ઉપર અમારી સત્તા છે. તમે ભાગીને ક્યાં જશો ?’’
... ૧૦૮
રાજકુમાર શ્રેણિકે મનમાં વિચાર્યું, ‘આ કોઈ રાક્ષસી-વ્યંતરી છે, ભીલ જાતિ આચાર-વિચારમાં મેલી, ખરાબ, નીચ હોય છે. આવી પૂર્ત સ્ત્રીને પત્ની બનાવી ઘરે ન લવાય.
... ૧૦૯
આ પૂર્વે હું શ્વાન સાથે જમ્યો ત્યારે પિતાજીએ મને ભૂંડો કહ્યો. હવે જો આ ભીલકન્યા સાથે પરણું તો મારા ઉત્તમ ક્ષત્રિય કુળને કલંક લાગશે.' કવિ ઋષભદાસ કહે છે કે, રાજકુમારે વિચાર્યું ભીલકન્યાને પરણવાથી ઉત્તમ વંશમાં અગ્નિ ચાંપવાનું કાર્ય થશે.
૧૧૦
દુહા : ૬ ભીલકન્યાથી મુક્તિ ભીલી વરતાં પતન હી, ટાલઈ બંધવ મુજ;
એ સાથિં કિમ ચાલસઈ, કેહી પરિ રહસઈ લજ્જા
Jain Education International
૩૩
... ૧૧૧
દાવાનલ દેખી કરી, કીધો આપ વિચાર;
એહમાં પેસી ઉગરું, રાખું કુલ આચાર
૧૧૨
અર્થ :- રાજકુમારે વિચાર્યું ભીલકન્યા સાથે લગ્ન કરવાથી મારા કુળનું પતન થશે. મારા ભાઈઓ પણ મારી સાથે સંબંધ-વ્યવહાર તોડી નાખશે. હું પરિવાર વિનાનો થઈ જઈશ તો કેમ ચાલશે ? અધમની સાથે દોસ્તી કરવાથી લોકમાં મારા કુળની આબરૂનું શું ?
૧૧૧
(રાજકુમાર વિચાર કરતાં કરતાં આગળ ચાલ્યા. તેની પાછળ ભીલકન્યા પણ ચાલી) આગળ ચાલતાં રાજકુમારે સળગતો દાવાનળ જોયો. પોતાનો કુલાચાર જાળવવા અને ભીલકન્યાથી છૂટકારો મેળવવા રાજકુમારે અગ્નિમાં છલાંગ લગાવવાનો નિર્ણય કર્યો.
... ૧૧૨
રાગ :
ઢાળ ઃ ૫ રાજકુમાર શ્રેણિકનું બેનાતટમાં આગમન સુણો મોરી સજની રજની ન જાવઈ રે એ દેશી. : કેદારો. લજા રાખી શ્રેણિક રાયો રે, અગનિ રત્ન લીધું તેણઈ ઠાયો રે; ચાલ્યો વેગિ અગનિ માંહયો રે, માન ભ્રષ્ટ થઈ ભીલડી તિહાંયો રે
For Personal & Private Use Only
... ૧૧૩
www.jainelibrary.org