Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૪ )
રાજવલ્લભ, હુજ ખાડામાં પાણી રહે તે ( અર્થાત્ જમીનમાં સાયું ન હોય તે ) તેનું ઉત્તમ ફળ જાણવું. ૧૬
भूमेःप्राप्लवनंचशंकरककुप्सौम्याश्रितसौख्यकृत् वह्नौवह्निभयंयमेचमरणंचौराद्भयंराक्षसे ॥ वायव्येप्लवनंचधान्यहरणंस्याच्छोकदवारुणे विप्रादेरनुवर्णतश्वसुखदंसृष्टेःक्रमात्सौम्यतः ॥ १७ ॥
અર્થ-જે જમીન ઉપર ઘર કરવાનું હોય તે જમીન ઉપર પાણીનું વહન, અથવા ગતિ (હેવું) પૂર્વ દિશા તરફ, ઈશાન દિશા તરફ અને ઉત્તર દિશા તરફ થાય છે તે સુખ આપે, તથા અગ્નિકેણુ તરફ વહન થાય તે તે અગ્નિને ભય ઉત્પન્ન કરે, તથા દક્ષિણ તરફ પાણીની ગતિ થતી હોય તે તે મૃત્યુ પ્રાપ્ત કરાવે, તથા નૈઋત્ય કોણ તરફ પાણીની ગતિ થતી હોય તે તે ચારને ભય ઉત્પન્ન કરાવે, તથા વાયવ્ય કોણ તરફ પાણી વેહેતું હોય તે તે ધાન્યને (અન્નને) નાશ કરાવે અને પશ્ચિમ દિશા તરફ પાણીની ગતિ થતી હોય તે તે શેક (પરિતાપ) કરાવે.
વળી પક્ષાંતરે કહ્યું છે કે ઉત્તર દિશા તરફ પાણીનું વહન હોય એવા ઢાળની જમીન બ્રાહ્મણને શ્રેષ્ઠ છે, તથા પૂર્વ તરફ પાણીની ગતિ થતી હોય એવી જમીન ક્ષત્રિને શ્રેષ્ઠ છે, તથા દક્ષિણ તરફ પાણુની ગતિ થતી હોય એવી જમીન વૈશ્યને શ્રેષ્ઠ છે, અને પશ્ચિમ દિશા તરફ પાણીની ગતિ થતી હોય એવા ઢાળવાળી ભૂમિ શુદ્રને માટે ઉત્તમ છે. ૧૭
अमौराक्षसवायुशंकरदिशिस्थाप्यःक्रमात्कीलिकाः अश्वत्थात्खदिराच्छिरीषककुभावृक्षात्क्रमेणदिजात् वर्णानांकुशमुंजकाशशणसूत्रंक्रमातसूत्रणे निम्नाभूःस्फुटितोषराबिलवतीशल्यैर्युतानोशुभा ॥ १८ ॥
અર્થઃ—જે જમીન ઉપર ઘરે કરવું હોય તે જમીનમાં પ્રથમ અશ્ચિકછે ખુટી ઘાલવી, તથા બીજી ખુંટી નૈઋત્યકોણે, ત્રીજી વાયુકોણે અને ચથી ખુંટી ઈશાનકાણે ઘાલવી. તે એવી રીતે કે, બ્રાહ્મણનું ઘર કરવું હોય તે તે જમીનમાં પીપળાના લાકડાની ખંટિયે ઘાલવી, તથા ક્ષત્રિનું ઘર કરવું હોય તે ખેરના લાકડાની, તથા વૈશ્યનું ઘર કરવું હોય તે સિરીષ
૧ ફલ બતાવવાનો હેતુ એ છે કે, પિચી ભૂમિમાં પાણી શોસાય તે ઘરના પાયે ઉડે છેદી મજબુત જમીન કરવી પડે તેથી ખરચ વધે તે મધ્યમ ફળ, અને કઠિણુ ભૂમિ હાય તે પાયાનું થોડું ખરચ થાય તે ઉત્તમ ફલ છે.