Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૧૬)
રજવલ્લભ અર્થઘરની ભૂમિના પાંચ ભાગે અથવા ત્રણ ભાગે કરવા, એ બે પ્રકારમાંથી પ્રથમના પ્રકારમાં જે ઘરની ભૂમિના પાંચ ભાગે કરવામાં આવે તે તેમાં છત્રીસ ( ૩૬ ) સ્તંભાએ આવે અને અર્ધ ભાગની ભૂમિમાં ભિંતે આવે તથા ચારે તરફમાં ચાર દ્વારે આવે, તે દરેક દ્વારને નવ (૯) પદનાં ભદ્દો થાય, અને તે દરેક ભદ્રમાં ત્રણ ત્રણ ભૂમિકાઓ થાય, અને એ કહેલા દરેક ભદ્રમાં અઢાર (૧૮) ખંભાઓ આવે એટલે ચારે ભદ્રાના મળી બહેતર (૭૨) ખંભાઓ થાય; તે સ્તભાઓ અને મધ્યની ભૂમિના છત્રીસ (૩૬) ખંભાઓ સાથે મેળવતાં એકસે ને આઠ (૧૦૮) ખંભાએ થાય.
હવે બીજા પ્રકારમાં ઘરની ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે તે તે ઘરમાં સેળ (૧૬) ખંભાએ આવે. એ સેળ ઘરની ભૂમિના સ્તભાઓ અને ઉપર પ્રથમ પ્રકારમાં બતાવેલા ચાર ભદ્રના બહેતર ખંભાઓ (૭૨) એ બન્ને ને મેળવતાં અડ્યાસી (૮૮) સ્તભાઓ થાય તથા એ કહેલા દરેક ભદ્રમાં મંડપ આવે, એવું જે ત્રણ ભૂમિ અને સાવ પાંચભૂમિનું એ બન્ને પ્રકારના ઘરનું એકજ “શ્રીનિવાસ” નામ છે. ૯
मध्येस्तंभशतंचभागसमिकेभित्तीचतुर्दारकैः सप्तांशाद्रिशरांशरामसहितंभद्रंचतुस्त्रिंशता॥ षत्रिंशतद्विशतीचतेतुसकलाःस्तंभाःक्षितीपूर्वतः नाम्नैतत्कमलोद्भवंचकथितंभूसार्धसतान्वितं ॥ १० ॥
અર્થ—ઘરની ભૂમિના સમ ભાગ ( આઠ ભાગે) કરી તેમાંથી અર્ધ ભાગની ભિંતે કરવી અને બાકીના સાડાસાત ભાગનું ઘર કરવું અને ઘરમાં સે (૧૦૦) તંભાએ આવે; એવા ઘરને ચાર દ્વારા કરવાં, અને તે દરેક દ્વાર આગળ ભદ્ર કરવું, અને તે ભદ્રના પહેલા ભાગમાં સાત કિયોની પંક્તિ કરવી; તેજ ભદ્રના બીજા ભાગમાં વળી સાત કિયોની બીજી પંક્તિ કરવી, અને એ ભદ્રના પ્રતિભદ્રમાં પાંચ ચેકિની પંક્તિ કરવી અને એ પ્રતિભદ્રના આગળના મુખ ભદ્રમાં ત્રણ ચેકિયે કરવી. એ રીતે એક એક ભદ્ર થયું તે આખા ભદ્રના સર્વે મળી ત્રીસ (૩૪) ખંભાઓ થાય; એવા ચારે ભદ્રાના સર્વ ખંભાએ એક સે ને છત્રીસ ( ૧૩૬) તંબાઓ થાય. તે ખંભાઓમાં ઘરના સે (૧૦૦) સ્તભાઓ મેળવતાં બસે ને છત્રીસ (૨૩૬) સ્તભાઓ થાય તેથી તેવા ઘરનું “કમલેદ્ભવ” નામ થાય છે. ૧૧