Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૮ મે.
(૧૬૧)
ઉમેરી (૧૪) ચંદ ગજ ઘરની લંબાઈ કરવી, અથવા બારમાંથી અહમાંશ કમી કરતાં (૧-૧૨) એક ગજ બાર આંગળ (દોઢ ગજ) થાય તે બારમાં ઉમેરી (૧૩-૧૨) તેર ગજ ને બાર આંગુળ (સાડાતેર ગજ ) લાંબું ઘર કરવું, ૪. અને જે ઘરને વ્યાસ (૮) આઠ ગજ હોય તેને ષષ્ટાંશ (૧-૮) એક ગજ ને
શું સમજવું ? કાંઈ સમજાય નહિ પણ વાસ્તુનાવમાં ખુલાસો આપે છે કે, ઘરના વ્યાસનો છો ભાગ લંબાઈમાં વધારી દૂર કરવું.
વળી પાંત્રીશમા (૩૫) શ્લોકમાં “ વેશ્યા કચુકી અને શિ”િ એમના ઘરના વિસ્તાર માટે સાધારણ રીતે જોતાં (૨૪) વીસ હાથના વિસ્તારવાળાં ઘર કરવાનું જણાય છે, પણ સૂક્ષ્મ રીતે જોતાં તથા વાસ્તુનાવણીના મરણ પ્રમાણે તે તેમના ઘરની પહેળાઈ (૨૮) અયાવીસ હાથની જોઈએ. એ રીતે વાસ્તુનાવણીમાં આપેલાં બન્ને પ્રમાણે સાચાં છે પરંતુ રાજવલ્લભમાં માત્ર એટલું જ વિશેષ છે કે, ઇમાનનું ઘર (૨૮) અઠ્યાવીસ હાથના વિસ્તારવાળું કહ્યું છે તે દરેક પ્રકારમાં લંબાઈનો એક એક પ્રકાર છે જેમકે –
વ્યાસનો છોકો ભાગ લંબાઈમાં ઉમેરી લંબાઈ કરવાનું કહ્યું છે, તથા જે ધર (૨૪) વીસ હાથ વિસ્તારવાળું ઇ માનનું કહ્યું છે તેવા ઘરોના દરેક પ્રકારમાં બે બે પ્રકાર બતાવ્યા છે, તે પ્રકારો (૩) તથા (૩૩) શ્લોક ઉપરથી સમજવાનું છે (બત્રીશમામાં બાસનો છઠ્ઠો ભાગ લંબાઇમાં અને તેત્રીસમા વિષે વ્યાસનો આઠમો ભાગ લંબાઈમાં ઉમેરી ધર લાંબુ કરવું કહ્યું છે, એટલું જ વિશેષપણું રાજવલ્લભમાં બતાવ્યું છે, પણ અમારા જેવા માં શિલ્પના બીજા ગ્રંથે આવ્યા છે તેટલામાં તેમ કહ્યું હોય એમ જણાતું નથી પણ શિલ્પ સમુદ્ર છે એટલે હરેક ગ્રંથના આધારેજ આ મહેફિને કહ્યું હશે, કેમકે રાજવલ્લભનો કર્તા સાધારણ પંડિત નહોતે પણ જબરદસ્ત હતા એમ તેના કરેલા બીજા ઉપરથી માલમ પડે છે.
आर्यागीति चत्वारिंशद्धीनांश्चतुश्चतुर्भिस्तुपंचयावदिति । षड्भागयुतंदैर्घ्यदैवज्ञभिषक्पुरोहितानांच ।।
नृपयुवराजविशेषःकंचुकीवेश्याकलाशानाम् । અર્થ-દેવત, વેદ્ય અને પુરોહિતનાં ઘરે ઇમાને (૪૦) ચાળીસ હાથ વિસ્તારવાળા કરવાં તેના પાંચ પ્રકાર બતાવ્યા છે, તે દરેક પ્રકારમાં ચાર ચાર હાથ ઘટાડાં અને લંબાઇમાં વિસ્તારને છઠ્ઠો ભાગ ઉમેરો, તથા કંચુકિ, વેસ્પા અને શિલ્પનાં ઘરમાં રાજાના ધરોને અને યુવરાજનાં ઘરોને જેટલું અંતર છે તેટલું પ્રમાણ જાણવું, તે અંતરને ખુલાસે એવી રીતે થાય છે કે –