Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૨૩)
રાજવલ્લભઅથવા ઉતાવળે ચાલતું હોય ને ધીમે ચાલે તે) તે સારે નહિ; પ્રયાણ વખતે શુનકી ( કૂતરી) જે મૂતરતી હોય તે તે સારી નહિ; તેમજ તેવા વખતમાં કૂતરાં જે રુદન કરતાં હોય છે તેથી ભય અને રોગ ઉત્પન્ન થાય પણ ચોમાસામાં રુદન કરે તે વૃષ્ટિ થાય, વળી બીલવાસી જનાવરે ( જમીન ખેદીને રહેનારાં અથવા પર્વત વગેરે સ્થળની ગુફાઓમાં રહેનાર જનાવરો) અને નખવાળાં જનાવરે પ્રયાણ વખતે ડાબી તરફ ઉતરે તે તે સારાં છે, પણ પ્રવેશ વખતે તે જમણું તરફ ઉતરે તે સારાં છે. ૨૫
गौरणाविषमा प्रदक्षिणगताःपुंसांप्रयाणेशुभाः नोवामानसमाश्चकृष्णामलिता:सिदयसमावामगाः॥ नेष्टादक्षिणगाश्चकृष्णविषमाआवेष्टनंमृत्यवे कंडूकंपपुरीषमूत्रमशुभंवामप्रवेशेशुभं ॥ २६ ॥
અર્થ–પ્રયાણ કરનારને પ્રયાણ વખતે રાતાં અને વિષમ સંખ્યાવાળાં હરણે પ્રદક્ષિણા ફરી જાય છે તે સારા; પણ ડાબી તરફ ઉતરે તો તે સારાં નહિ. વળી જે સમ હોય અને તે પ્રદક્ષિણા ફરી જાય છે તે પણ સારાં નહિ, પરંતુ રાતાં ભેગાં કાળાં હરણે હોય અને તે કદાચ સમ હોય તો સારાં છે, તેમજ રાતાં અને કાળાં ભેગાં મળેલાં ને તે ડાબી તરફ ઉતરે તેપણ તે સારું છે. વળી પ્રયાણ વખતે કાળાં મૃગે સંખ્યામાં વિષમ હોય અને તે જમણી તરફ ઉતરે તે તે સારાં નહિ; એટલું જ નહિ પણ એ કાળાં હરણે પ્રયાણ કરનારને ચારે તરફ ફરી વળે અથવા ચારે તરફ વીંટી વળે, તે પ્રયાણ કરનારનું મૃત્યુ કરે. એ કાળા મૃગે પ્રયાણ કરનારના ડાબા અંગ તરફ રહી, મૃગ પિતાનું શરીર પિતાના પગવતી ખણે, પિતાનું શરીર કંપાવે (થરેરી ખાય), વિષ્ટા કરે, મૂત્ર કરે છે તે અશુભ શુકન છે; પણ પ્રયાણ વખતે એ જે અશુભ શુકન બતાવ્યા છે તેજ અશુભ શુકન પ્રવેશ વખતે તે શુભ છે એમ જાણવું. ૨૬
વસંતતિા . वामेचकौशिकशशौखरजंबुकौच गोवाजिसारसशुकाअक्विायसाश्च ॥ श्रेष्टौकपिंजलगणाधिपनामधेयो तौपदक्षिणेचगमनेवसनेन्यथास्युः ॥ २७ ॥