Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૧ મે,
(૧૭૯)
उपजाति.
रवौशुभान्यश्विनिकाचमूलं । पुष्योपिहस्तोत्तरकत्रयंच ।। .. दुष्टामघादादशिकाचयाम्या । मैत्रदयंसप्तमिकाविशाखा ॥ ४ ॥
અર્થ:-રવિવારના દિવસે અશ્વિની, મૂળ, પુષ્ય, હસ્ત અને ત્રણ ઉત્તા ( ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા) એ સાત નક્ષત્ર સારાં છે; એજ રવિવારના દિવસે મઘા, ભરણી, અનુરાધા, જ્યેષ્ઠા અને વિશાખા, એ પાંચ નક્ષેત્રે સારાં નથીતેજ રીતે રવિવારના દિવસે દ્વાદશી (બારસ) અને સાતમ એ બે તિથિ પણ સારી નથી એમ સમજવું. ૪ शुभानिचंदेश्रवणानुराधे । पुष्योमगोरोहिणिकातथैव ॥ नशोभनकादशिकाभिजिच्च । षाढादयंचित्रविशाखिकेच ॥ ५ ॥
અર્થ–મવારના દિવસે શ્રવણ, અનુરાધા, પુષ્ય, મૃગ અને રોહિણી એ પાંચ નક્ષત્રે શુભ છે; સેમવારના દિવસે અગિયારશ તિથિ અશુભ છે અને સોમવારના દિવસે અભિજિત, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, ચિત્રા, અને વિશાખા, એ પાંચ નક્ષત્ર પણ અશુભ છે. ૫ भीमेशुभंवन्हिभमश्विनीचाश्लेषाचमूलोत्तरभद्रपञ्च ॥ नेष्टादशम्युत्तरषाढभंचतथात्रयंवासवतश्चरौद्रं ॥ ६ ॥
અર્થ–મંગળવારના દિવસે કૃતિકા, અશ્વિની, અશ્લેષા, મૂળ અને ઉત્તરાભાદ્રપદા, એટલાં નક્ષત્રો શુભ જાણવાં, પણ મંગળવારના દિવસે તિથિ દશમ હોય તો તે અશુભ જાણવી, તેમજ મંગળવારના દિવસે ઉત્તરાષાઢા ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા અને આદ્રા, એટલાં નક્ષત્રો પણ અશુભ છે એમ સમજાવું. ૬ बुधेशुभोपूष्यकरौमृगश्व ब्रह्मामिभंसिद्धिकरंचमैत्रं ॥ वाघनिष्ठाप्रतिपन्नवम्यौ । याम्याश्विनीखेतिकातथैव ॥७॥
અર્થ–બુધવારના દિવસે પુષ્ય, હસ્ત, મૃગશીર્ષ, રોહિણી, કૃતિકા અને અનુરાધા, એટલાં નક્ષત્ર શુભ છે, પણું બુધવારના દિવસે પ્રતિપદા (પડવે અથવા એકમ) અને નવમી એ બે તિથિઓ અશુભ છે, અને બુધવારના દિવસે ધનિષ્ઠા, ભરણી, અશ્વિની અને રેવતી, એ ચાર નક્ષત્રો પણ અશુભ છે એમ જાણવું. ૭