Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૧૮૨ ).
રાજવલભઅર્થ –ધન રાશિને અને મીન રાશિને સૂર્ય હોય; સિંહને ગુરૂ હોય; ચંદ્રમા દુર્બળ હોય; ગંડાંત નામા હોય તથા વ્યતિપાત હોય; વિદ્યુત હોય; દગ્ધા તિથિ હેય; દગ્ધ નક્ષત્ર હોય; શુક્ર અસ્ત હૈય; ગુરૂઅસ્ત હોય; પાત એગ હોય; વિષ્ટિ હોય; અધિક માસ હેય અને ચંદ્રમા ઉપર પાપગ્રહની દષ્ટિ પડતી હોય અથવા પાપગ્રહના ભેગે ચંદ્રમાં હોય, તે એવા દિવસમાં શુભ કામનો ત્યાગ કરવો. ૧૩
आदौभूमिपरीक्षणशुभदिनेपश्चाचवास्त्वर्चनं भूमेःशोधनकंततोपिविधिवत्पाषाणतोयांतकं ॥ पश्चाद्धेश्मसुरालयादिरचनार्थपादसंस्थापन कार्यलमशशांकशाकुनवलैःश्रेष्ठेदिनेधीमता ॥ १४ ॥
અર્થ–શુભ દિવસે પ્રથમ ભૂમિની પરીક્ષા કરવી, પછી વાસ્તુદેવનું પૂજન, પછી વિધિ સહિત પૃથવીમાં પાષાણની ભૂમિ આવે ત્યાં સુધી અથવા પાણી આવતાં સુધી ભૂમિનું શોધન કરવું અને ત્યાર પછી ઘર અથવા દેવમગલિયારા બામ, ચંદ્રમાં અને શકુન બળ હોય તેમજ શ્રેષ્ઠ દિવસ હોય તે દિવસે બુદ્ધિમાન પુરુષે પાયાનું સ્થાપન કરવું. ૧૪
वास्तो कर्मणिधिष्ण्यवारतिथयोश्विन्युत्तराणांत्रिक हस्तादित्रयमैत्रतोद्धयमिदंपुष्योमृगोरोहिणी॥ निंद्यौभूसुतभास्करौचशुभदापूर्णाचनंदातिथिः नेष्टावैधृतिशूलगंजपरिघाव्याघातवज्रावपि ॥ १५ ॥ .
અર્થ – વાસ્તુના કામમાં નક્ષત્ર, વાર અને તિથિઓ લેવાનું કહ્યું છે તે એવી રીતે કે- અશ્વિની, ત્રણ ઉત્તર (ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાષાઢા અને ઉત્તર કચ્છની) અને હસ્ત આદિ લઈને ત્રણે નક્ષત્રે (હસ્ત, ચિત્રા અને સ્વાતી) અનરાધાથી બે નક્ષત્રો ( અનુરાધા અને જ્યેષ્ઠા); પૂષ્ય, મૃગશીર્ષ અને હિણી. એટલાં નક્ષત્ર લેવાં, પણ મંગળ અને રવિ એ બે વાર લેવા નહિ, પૂણી અને નંદા, એ તિથિઓ લેવી સારી છે ચણિક વૈધૃત, શળ, ગંજ, પરિધ, વ્યાઘાત અને વજ, મોટાલાએ એ સારા નથી