Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
નવમ अध्याय १२ मो.
शार्दूलविक्रीडित. प्रापक्षेषवलेशीयादशुभःपुंसांसपक्षःशुभः कृष्णेचेदशुभस्तदाशुभकरोव्यत्यासतोनिःफलः ॥ तारावीर्यवशाच्छशीविधुबलादिष्टोरवेःसंक्रमः शस्ताभानुबलाद्भवंतिखचरादुष्टाःस्थितागोचरे ॥१॥
અર્થ–શુક્લ પક્ષના પ્રથમ દિવસે પુરુષને ચંદ્રમા શુભ હોય તે તે આખું અજવાળિયું પક્ષ શુભકારી જાણવું. કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે પુરુષને ચંદ્રમા નિબળ હોય, તેપણ તારા સારી હોય તે; તે તારાના બળથી કૃષ્ણપક્ષમાં પણ પુરુષને શુભકારી થાય; અને જે એ બતાવેલી રીતિથી વિપરીત, હોય તે નિષ્ફળ જાણવું. જેમકે, શુક્લ પક્ષના પ્રથમ દિવસે ચંદ્રમા નિબળ હોય પણ તારા બળવાન હોય; કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે ચંદ્રમા બળવાન હોય; અને તારા નિર્મળ હોય તો તે નિષ્ફળ જાણવું, તેમજ સૂર્ય જે દિવસે રાશિ બદલે તે દિવસે ચંદ્રમા બળવાન હોય તો તે સારો છે; મંગળ વગેરે દુષ્ટ ગ્રહો છે તેને રાશિ બદલે થતું હોય તે દિવસે સૂર્ય બળવાન હોય તે સારે છે. ૧
૩નાતિ. सर्वग्रहालाभगताःशुभाःस्युः । स्त्रिषट्दशार्कस्तुतथैवराहुः ॥ शनिस्त्रिषष्टःशुभकृन्महीनः । शुभाग्रहागोचरगाःस्वराशेः ॥ २ ॥
અર્થ:–સર્વ ગ્રહે અગિયારમી રાશિના હેય તો તે શુભ જાણવા ત્રીજે, છ અને દશમે સૂર્ય હોય તો તે પણ શુભ જાણ; ત્રીજે, છઠ્ઠા અને દશમે રાહુ હોય તે તે પણ શુભ જાણ; ત્રીજે ને છઠ્ઠો શનૈશ્ચર હેય તે તે પણ શુભ જાણો; ત્રીજો અને છ મંગળ હોય તે તે પણ શુભ જાણો. હવે એ ગ્રહ ગણવાની રીત એવી છે કે ઉપર કહેલા ગ્રહો પિતાની રાશિથકી જે રાશિ ઉપર ચાલતા હોય ત્યાં સુધી ગણવાનું કહ્યું છે. ૨