Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
AAAAAAAAAAAAAAAAAAAAAAA
અધ્યાય ૧૨ મે,
( ૨૧ ) પણ કિલ્લાના બહારના પાસે તે ક્રર ગ્રહ હોય તો સામે આવેલા શત્રુને નાશ કરે, અને જે કિલ્લાના માંહી એ ક્રૂર ગ્રહ અથવા દુષ્ટ ગ્રહ હોય અને કિલ્લાના મથાળે સામ્ય (શુભ) ગ્રહ હોય તે યુદ્ધ થયા વિના છળભેદવડે તે કિલ્લાને ભંગ થાય. ૨ मध्येसौम्याःकोट्टबाह्येतदुष्टा । दुर्गेखडिनवभंगःकदाचित् ॥ पापामध्येसौम्यखेटाश्वदुर्गे। बाह्येऽपिस्युस्तत्प्रयच्छतिपौराः।।२३ ॥
અર્થ-કિલ્લામાંહી સામ્ય ગ્રહ હોય; મથાળે અને કિલ્લા બહારના પાસે દુખ ગ્રહ હોય તેથી તે કિલ્લે ખંડિત થાય પણ શત્રુના હાથમાં જાય નહિ, પણ કિલ્લામાંહી પાપ અથવા કુરગ્રહ હોય, તથા મથાળે અને કિલ્લાના બહારના પાસે સૌમ્ય ગ્રડ હોય તે નગરવાસી લકે પોતે જ સમાવાળા શત્રુના સ્વાધીનમાં તે કિલ્લે કરી આપે. ૨૩
राक्रूरामध्यकोट्टेऽथबाह्ये । युद्धंकुर्युर्दारुणंसैन्ययोस्ते ॥ मध्येबाह्येयत्रदुष्टाग्रहास्युःस्थायर्यायायीतत्रयंत्रविदध्यात् ॥ २४ ॥
અર્થ_કિલ્લામાંહી તથા તેના સ્થાને અને બહારના પાસે, એ ત્રણે ઠેકાણે ક્રૂરગ્રહ હોય અથવા એ ત્રણે ઠેકાણે સિમ્યગ્રહ હોય તો વાદિ અને પ્રતિવાદી એ બન્ને સૈન્યમાં દારુણ યુદ્ધ થાય. વળી, કિલ્લામાંહી જે ઠેકાણે દુષ્ટગ્રહ હોય તે જ ઠેકાણે સ્થાયીએ તેપ માંડવી અને કિલ્લાના બહારના પાસે જે ઠેકાણે દુષ્ટ પ્રહ હોય તે ઠેકાણે “યાયીએ તે પ માંડવી.
શાસ્ત્રવિડત. आदियेजलनाशनहिमकरेभंगाकुजेवन्हिभीः सौम्येबुद्धिबलंगुरौतुगढतोमध्येसुभिक्षंजलं ॥ . स्याच्छुक्रेचलचित्ततारविसुतेरोगानृणांवामृतिः राहौभेदभयध्वजेतुविषभीदूर्गेऽथवावेष्टके ॥ २५ ॥
અર્થ–કિલ્લાના માટે અથવા બહાર, એ બેમાંથી જે જે સ્થાનવિષે સૂર્ય હોય તે સ્થાનમાં જળને નાશ કરે; કિલ્લા બહાર અથવા માંહે, એ બે સ્થાનમાંથી જે સ્થાનમાં ચંદ્ર હોય તે સ્થાનને તે ભંગ કરે; એ બે સ્થાનેમાંથી જે સ્થાનમાં મંગળ હોય તે સ્થાનમાં તે અગ્નિને ભય કરે; એ બે સ્થાને
૧ સ્થાયી એટલે કિલ્લાના માલિક રાજા હોય છે અથવા કિલ્લામાં રહી લડનાર. ૨ યાયી એટલે બહારથી યુદ્ધ કરવા આવેલો શત્રુ હોય તેનું નામ થાય છે..