Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૧૨)
રાજવલભ, આઠ આંગુળ થાય તે આઠમાં ઉમેરી (૯–૮) નવ હાથ ને આઠ આંગુળ વરની લંબાઇ કરવી, અથવા આઠને અષ્ટમાંશ (૧) એક ગજ થાય તે આઠમાં ઉમેરી (૯) નવ હાથ લાંબું ઘર કરવું, (૫) એ રીતે પાંચ પ્રકારે કહ્યા છે.૩૫
ઉજ્ઞાતિ. द्वात्रिंशतामानमिदंदिजादेहींनंचतुर्भिक्रमतोविधेयं । दिगष्टरागाब्धिविभागतश्चक्रमेणतीर्णचतुष्टयेपि ॥ ३६ ॥
અર્થ–બ્રાહ્મણનું ઘર (૩૨) બત્રીસ હાથ પહેલું હોય તો તેને દશાંશ ૨ ભાગ લંબાઈમાં ઉમેરી ( ૩૫-૪-૨) પાંત્રીસ હાથ સાડાચાર આંગુ અને બે જ પ્રમાણે ઘરની લંબાઈ કરવી, ક્ષત્રિીનું ઘર અઠ્ઠાવીસ (૨૮) હાથ પહોળું હોય તે તેને અષ્ટમાંશ કું લંબાઈમાં ઉમેરી (૩૧) સાડીએકત્રીશ હાથ લાંબું ઘર કરવું; વૈશ્યનું ઘર (૨૪) ચોવીસ હાથ પહેલું હોય તે તેને ષષાંશ ૨ લબાઈમાં ઉમેરી (૨૮) અઠ્ઠાવીસ હાથ લાંબું ઘર કરવું અને શુદ્રનું ઘર (૨૦) વીસ હાથ પહોળું હોય તો તેને ચતુશ ૧ લંબાઈમાં ઉમેરી (૨૫) પચીસ હાથ લાંબું ઘર કરવું. એ રીતે ચાર વર્ષે માટેનાં ઘરે કરવાની રીતિ છે. ૩૬
ફેકગ્રા. कर्णाधिकविस्तरतोधिकंचशीघंविनाशंसमुपैतिगेहं ॥ द्वारंनतमुनियदाग्रतश्चेत्तत्संततेर्हानिकरंप्रदिष्टं ॥ ३७ ॥
અર્થ:–જે ઘર કરણમાં માન કરતાં અથવા પ્રમાણ કરતાં વધારે લાંબુ હોય અથવા વ્યાસમાં પ્રમાણ કરતાં વધારે વિસ્તારમાં હોય તે તે ઘરને સત્વર નાશ થાય, તથા જે ઘરના દ્વારા ઉપર ભાગ નમેલે હોય અથવા મોવાળને ભાગ નમેલ હોય (માટુ અથવા પછાડુ થયે હેય તે) એવું ઘર પુત્ર પિત્રાદિકને નાશ કરે. ૩૭
રાજાનું ધર ( ૧૦૮ ) એકસો ને આઠ હાથના વિસ્તારવાળું પેકમાનનું છે અને યુવરાજનું (૮૦) એંશી હાથના વિસ્તારવાળું માનવું કહ્યું છે, એ બન્ને ધરોને (૨૮) અયાવીસ હાથનું અંતર છે તેટલા અંતર જેટલી પહોળાઈવાળાં કંચુકી, વેશ્યા અને શિ. સ્પિનાં ઘરે જાણવાં અને તે પહોળાઇનો છઠ્ઠો ભાગ લંબાઈમાં ઉમેરી ઘરની લંબાઈ કરવી એમ સ્પષ્ટ જણાય છે માટે તેમ કરવું.