Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(પ૨ )
રાજવલભ, देवसंश्रुतिपुष्यतोऽश्विभमृगमैत्रानिलंपौष्णभं हस्तादित्यमथोनुरंतकविधेःपूर्वोत्तरारुद्रभम् ॥ रक्षोमूलविशाखिकामिपितृमंचित्राधनिष्ठाद्वयं ज्येष्ठाश्लेषमपीहदैत्यमनुजैर्मृत्युस्तुदेवैःकलिः ॥ १४ ॥
અર્થ –-શ્રવણ, પુષ્ય, અશ્વિની, મૃગશિર, અનુરાધા, સ્વાતિ, રેવતી, હસ્ત અને પુનર્વસુ. એ નવ નક્ષત્રના દેવ ગણુનાં છે. તથા ભરણી, રોહિણી, પૂર્વાફાશુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને આદ્ધિ એ નવ નક્ષત્રો મનુષ્ય ગણુનાં જાણવાં. તથા મૂળ, વિશાખા કૃત્તિકા, મઘા, ચિત્રા, ધનિષ્ઠા, શતભિષા, જ્યેષ્ઠા અને અશ્લેષા એ નવ નક્ષત્રો રાક્ષસ ગણુનાં છે એમ સમજવું માટે—
- ઘરનું નક્ષત્ર જે દેત્ય અથવા રાક્ષસ ગણનું હોય અને ઘરધણનું નક્ષત્ર મનુષ્ય ગણનું હોય, અથવા ઘરનું નક્ષત્ર મનુષ્ય ગણુનું હોય અને ઘરધણીનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય તે તે ઘરધણીનું મૃત્યુ કરે (મનુષ્ય અને રાક્ષસ એ
gિgશ રાશિ ાિનાાિડાસાઃ ૨૮ |
અર્થ -મંગળ, બૃહસ્પતિ અને ચંદ્ર એ ત્રણે સૂર્યના મિત્ર છે તથા શુક્ર અને શની એ બન્ને સૂર્યના શત્રુ છે; અને બુધ સૂર્યને સમ છે (શત્રુ નહિ અને મિત્ર પણ નહિ. ) “બુધ અને સૂર્ય એ બને ચંદ્રને મિત્ર છે ” પણ ચંદ્રને શત્રુ કોઈ નથી. વળી બાકીના જે મંગળ, ગુરૂ, શુક્ર અને શનિશ્ચર એ ચાર ચંદ્રને સમ છે તથા ચંદ્ર, બૃહસ્પતિ અને સૂર્ય એ ત્રણે મંગળના મિત્ર છે; પણ બુધ તે મંગળને શરૂ છે. શુક્ર અને શનિશ્ચર એ બે મં. ગળને સમ છે અને શુક્ર તથા સૂર્ય એ બે બુધના મિત્ર છે.
- બુધને શત્રુ ચંદ્ર છે અને ગુરૂ, શનૈશ્વર અને મંગળ એ ત્રણ બુધને સમ છે, તથા સૂર્ય, મંગળ અને ચંદ્ર ત્રણે બુહસ્પતિના મિત્ર છે, પણ બુધ અને શુક્ર એ બે હસ્પતિના શત્રુ છે, તથા શનૈશ્વર તે બૃહસ્પતિને સમ છે. બુધ અને શનૈશ્ચર એ બે શુક્રના મિત્ર છે, પણ સૂર્ય અને ચંદ્ર એ બે શુના શત્રુ છે, તથા મંગળ અને બૃહસ્પતિ, એ બે શુક્રને સમ છે, તથા શુક્ર અને બુધ એ બે શનૈશ્વરના મિત્ર છે પણ ચંદ્ર, સૂર્ય અને મંગળ, એ ત્રણે શનૈશ્ચરના શત્રુ છે અને બહસ્પતિ તો શનૈશ્ચરને સમ છે એમ જાણવું. ૨૮
હવે વિચાર કરવાનું થશે કે,–ગ્રંથકર્તાએ પ્રથમના શ્લોકમાં બુધને ચંદ્રને મિત્ર બતાવ્યું છે. બીજા શ્લોકમાં બુધને શત્રુ ચંદ્ર છે એ બન્ને બાબતે “ ” આવી નિશાનીવાળા ઇવેટર કામમાં બતાવવામાં આવેલ છે. તે વાત આપણે સમજવામાં સમ વિષમ આવવા જેવું છે; પણ ગ્રંથકારને હેતુ એવો નથી. પણ એજ અર્થ નીકળશે કે, ચંદ્રનો શત્રુ બુધ છે, કેમકે બુધ ચંદ્રને પુત્ર છે એટલે પિતા સામે પુત્ર પૈર રાખે પણ પુત્ર સામે પિતા વૈર રાખે નહિ,