Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૩૨ )
રાજવલ્લભ
शार्दूलविक्रीडित.
* बाणैः श्रीजयमग्रतोपिऋतुभिः श्रीतैलकंमंदिरं रागारसदारुयुग्मसहितं तच्छ्रीविलासंभवेत् ॥ श्री तेजोदयमग्रतश्च मुनिभिःपदारुयुग्मान्वितं सोमादित्रिदशादिभूपतिगृहाः पंचाधिकाविंशतिः ||२६|| અર્થઃ—ઉપર કહેલા ષટ્ટાવાળા ત્રિશાળ ઘરના મુખ આગળ પાંચ અલિદ હાય તે તે શ્રીજય નામા ઘર કહેવાય; પણ તેજ ઘરના મુખ આગળ છ અલિદ હોય તો તે શ્રીતિલક ઘર કહેવાય; તે શ્રીતિલક ઘર મધ્યે એ ષટ્ટાફ હોય તો તે પશ્રીવિલાસ ઘર કહેવાય; અને તેજ શ્રીવિલાસ ઘરના મુખ આગળ સાત અલિદો હાય તો તે શ્રીતેય નામા ઘર કહેવાય; એ રીતે સામાદિ સાળ ( ૧૬ ) ઘરો અને શ્રીદિશાğિ (૯). ઘરો મળી પચીશ (૨૫) ઘરા રાજાઓને હાય. ૨૬
अथ चतुःशाल गृह लक्षणं. मालिनी.
भवननवकमुक्तं तच्चतुःशालमध्यात् नयनलघुमुखं स्यादक्षिणैकेन चंद्रं ॥ भवतिसदनमध्ये सर्वतो दारुषट्कं द्वितयमपिचतेषामंतिमंयुग्मयुक्तं ॥ २७ ॥
અર્થ:-ઉપર કહેલા નવ ત્રિશાળ ઘરાને ચતુઃશાળ કરી તેના મુખ આગળ બે લઘુ, જમણી તરફ એક લઘુ કરવામાં આવે તે તે ચંદ્ર નામા ઘર થાય; અને એવાં જે ચતુઃશાળ ઘર કહેવામાં આવશે, તે સર્વ ઘરોમાં ષદારૂ હાવા જોઇએ; તેમજ બે ષટ્ઠારૂ પણ હેાવા જોઇએ, પણ એ નવ ઘરામાં છેલ્લુ કામદ નામા ઘર કહેવામાં આવશે તે કામદનેજ બે ખારૂ હોય અને બાકીનાં આઠે ઘરોમાં એક એક પટ્ઠારૂ આવે. ૨૭
बाणैः श्रीजयमग्रतोऽलिचरणैः श्रीलकंमंदिरं ॥ इतिपाठान्तरं ||