Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૨૧ )
અધ્યાય ૫ મા
शार्दूलविक्रीडित
द्वारंख्या सरदांशताधिकमिदं कार्यं गृहं दक्षिणे तुल्यं हस्तिगृहंचवाजिसदनंतेनाधिकंवामतः ॥ अष्टशेचनवांशकेचवितथेतोयेजयेंद्र हितं द्वारसौम्यगृहक्षतेच कुसुमेभल्लाट केशस्यते ॥ २५ ॥ અર્થ:—મનુષ્ય માટેના ઘરની મોવાળના ખત્રીશ ભાગા કરી ગર્ભથી જમણી બાજુએ એક અશ અથવા એક ભાગ વધારે રાખી (સત્તર ભાગે જમણી તરફ રાખી પન્નર ભાગામાં) દ્વાર મુકવુ', પણ હસ્તિશાળા હોય તે તેની મેવાળ બન્ને બાજુએ સરખી રાખી ગર્ભ દ્વાર મુકવું; તેમજ અશ્વશાળા (વાડાર) હાય તેા તેની મોવાળના અત્રીશ ભાગે કરી ગર્ભથી ડાબી તરફ એક ભાગ વધારે રાખી દ્વાર મુકવુ. શાળાના આઠે અથવા નવ ભાગ કરી તે શાળાની દક્ષિણ દિશામાં વિતથ દેવના ભાગમાં દ્વાર મુકવુ", પશ્ચિમે વરૂણુના ભાગમાં દ્વાર મુકવું, પૂર્વ દિશામાં જય અને ઈંદ્ર એ બે દેવના ભાગમાં દ્વાર મુકવુ', ઉત્તર દિશામાં સામ્ય અથવા કુબેર દેવના ભાગમાં દ્વાર મુકવું, દક્ષિણ દિશામાં ગૃહક્ષત દેવના ભાગમાં દ્વાર સુવુ', પશ્ચિમ દિશામાં પુષ્પદેવના ભાગમાં દ્વાર મુકવુ અને ઉત્તર દિશામાં ભટ્ઠાટ દેવના ભાગમાં દ્વાર મુકવું. ૨૫ प्राग्द्धाराष्टकमध्यतोपिनशुभसूर्येशपर्जन्यतो याम्यायांचयमाभिपौष्णमपरेशेषासुरंपापकं ॥ सौम्यायामथरोग नागगिरिजंत्याज्यं तथान्यच्छुभं कैचिदारुण सौम्यकंनहिहितंप्रोक्तंचवातायने ॥ २६ ॥
અર્થ:-પૂર્વ દિશાના આઠ ભાગેામાં સૂર્ય, ઈશ અને પર્જન્ય, એ ત્રણ દેવાના વિભાગોમાં દ્વાર મુકવુ નહિ; દક્ષિણ દિશાના આઠ ભાગેામાં યમ, અગ્નિ અને પાણ્ (પૂષા એ ત્રણ દેવતાઓના વિભાગોમાં દ્વાર મુકવું નહિ; ૫શ્ચિમ દિશાના આઠ ભાગેામાં શેષ, અસુર અને પાપ, એ ત્રણ દેવતાઓના વિભાગેામાં દ્વાર મુકવું નહિ અને ઉત્તર દિશાના આઠ ભાગોમાં રાગ, નાગ અને શૂળ, એ ત્રણ દેવતાઓના વિભાગામાં દ્વાર સુકવું નહિ. એ રીતે ખતાવેલા આર દેવાના વિભાગામાં દ્વાર મુવું નહિ. એ ખાર વિના બીજા બધાય દેવા શુભ છે. વળી કેટલાક આચાયા કહે છે કે, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જાળી સુકવી નહિ. ૨૬.