Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૬૬)
રાજવલભवक्ष्येथोविविधपुरंमुनिमतंमध्योत्तमंकन्यसं तेषांहस्तसहस्रमंतिमपुरंमध्यंततःसाधकं ॥ ज्येष्ठंयुग्मसहस्रमेषुचरमंभागाष्टकेनान्वितं मध्यंदादशभागतःशशिकलंज्येष्ठविदध्यात्सुधी ॥ ८॥
અર્થ –હવે મુનિઓના મત પ્રમાણે નાના પ્રકારનાં નગરે કહું છું, તે એવી રીતે કે નગર ત્રણ પ્રકારનાં , તેમાં કનિષ્ટ નગર એક હજાર (૧૦૦૦) હાથના માપનું કરવું, તથા મધ્યમ નગર પંદર (૧૫૦૦) હાથના પ્રમાણનું કરવું, અને ઉત્તમ પ્રકારનું નગર બે હજાર હાથના પ્રમાણનું કરવું (૨૦૦૦).
ઉપર બતાવેલું પ્રથમનું કનિષ્ઠ નગર એક હજાર હાથનું કરવું કહ્યું છે. તે પૂરેપૂરા એક હજાર હાથનું કરવું કહ્યું છે એમ નથી પણ એક હજારને અછમાંશ (૧૨૫ સવાસો હાથ) એક હજારમાં ઉમેરી સવા–અગ્યારસે હાથનું કનિષ્ટ નગર રચવું, તેમજ પંદરસો હાથનું મધ્યમ નગર કહ્યું છે તે પણ તેજ રીતે પંદરસે હાથને બારમે અંશ ઉમેરી સવા–સેળસો (૧૯૨૫) હાથનું રચવું, અને તે જ રીતે ઉત્તમ નગર બે હજાર ગજનું કહ્યું છે તેમાં બે હજારને સોળ અંશ એકને પચીશ (૧૫) હાથ અંબરી સવા-એકવીસશે (૨૧૨૫) ગજનું ઉત્તમ નગર રચવું. ૮
मार्गाःसप्तदशैवचादिमपुरहीनंचतुर्भिःपरं प्रोक्तंकन्यसमेवमार्गनवभिदैयेतथाविस्तरे ॥ ग्रामश्चैवपुरार्धतोहितदनुग्रामार्धतःखेटकं खेटार्द्धनतुकूटमेवविबुधैःप्रोक्तंततःखवटे ॥
---
-
-
--
રાજવલ્લભમાં ચાર પ્રકારના કિલ્લા કહ્યા છે તથા વાસ્તુમંજરી અને આ મહાભારતમાં છે પ્રકારના દુગે કહ્યા છે, તેમજ અપરાજિતમાં ચાર પ્રકારના દુર્ગાના સોળ ભેદે કરી સાળ પ્રકારના દુર્ગા કહ્યા છે. વળી એ અને તે માટેનાં વાહને રચવા માટે જ્ઞાનરત્નકેશ વિષે ઘણું વિસ્તારથી વિવેચન કરેલું છે. એટલું જ નહિ પણ યંત્ર રચવાનાં પ્રમાણે પણ બતાવ્યાં છે.
ઉપર બતાવેલી મહાભારતની વતાં આ ઠેકાણે લખવાનું શું કારણ હતું ? એમ કોઈ શંકા કરશે પણ ફક્ત “ઉપસ્કર” માટે આટલું જ નહિ પણ તેમાં કેટલોક ભાગ શિલ્પના અંગ છે અને કેટલાકને વાંચવામાં આવે તે હાલમાં ઈગ્રેજ સરકારની યુદ્ધ પ્રસંગે રાજનીતિ મહાભારતને મળતી છે, એમ જણવામાં આવ્યેથી તેમણે નવીન ગોઠવણ કરી છે, એમ નહિ માનતાં આશરે ગયાં પાંચ હજાર વર્ષ ઉપરના આપણુ આર્ય પંડિતોએ આ સર્વ વાત પ્રકટ કરી છે, માટે ધન્ય છે તેમને એમ કહ્યા વિના રહેવાશે નહિ. એટલા માટે આ લખવું પડે છે, તે પણ જુજ અને મોટી મોટી વાત લખી છે પણ આ શિવાય બીજી અનેક પ્રકારની ઘણી ચમત્કારીક અને ઉપયોગી બાબતે આપણું શાસ્ત્રમાં છે.