Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૮૪ )
રાજવલ્લભ
તથા પન્નર આંશુળ લાંબી હોય તે મધ્યમ, અને ચાદ આંગુળ લાંખી હોય તે કનિષ્ઠ શિળા જાણવી; એ સેાળ આંગળ લાંખી હોય અને દશ આંગુળ પહેાળી હાય તા તે ઉત્તમ શિળા જાણુવી, તથા પદર આંગુળ લાંખી ને નવ આંગુળ પહેાળી હાય તા તે મધ્યમ શિળા જાણવી. ચાદ આંગુળ લાંખી ને સાત - મુળ પહેાળી હોય તેા તે કનિષ્ઠ શિળા જાણવી, એવી જે શિળાએ કડી તે શિળા જેટલા માનમાં પહેાળી હોય તેટલા માનથી એક તૃતીયાંશ - દળમાં જાડી હોવી જોઇએ; તેમજ શાળાની પીઠ અથવા ભૂમિના મથાળા અથવા ભૂ મિતળની ચાઈ અર્થાત્ પીડને ઉદય એક હાથથી માંડીને ત્રણ હાથ સુધી નવ પ્રકારનો હોવા જોઇએ. તે એવી રીતે કે,---
૧ એક હાથની ઉંચાઇ, ૧ા સવા હાથની, ૧૫ દોઢ હાથ, શાા પાણાએ હાથ, ૨ બે હાથ, રા સવાબે હાથ, રાા અઢી હાય, રા પોણાત્રણ હાથ અને ૩ ત્રણ હાથ સુધી જોઇએ. તે શાળા બ્રાહ્મણની હોય તે તે આગળ છ હાથની મેખળા ( રિષિ) જોઇએ; તથા ક્ષાત્રયના ઘર આગળ પાંચ હાથની, વૈશ્યના ઘર આગળ ચાર હાથની, અને શૂદ્રના ઘર આગળ ત્રણ હાથની મેખળા જોઇએ.
(
षष्ठयावाथशता सप्ततियुतैव्यासस्य हस्तांगुलैः द्वारस्योदयको भवेच्चभवनेमध्यः कनिक्षेत्तमौ ॥ दैयर्धेन च विस्तरः शशिकळा भागोधिकः शस्यते दैतत्र्यंशविहीनमर्धरहितंमध्यंकनिष्ठंक्रमात् ॥१३॥
અર્થ:---ઘરની પહેાળાઈ જેટલા હાથ હોય તેટલા આંશુલેમાં સાઠ (૬૦) આંશુળા મેળવતાં એક દર જેટલા આંશુળા થાય તેટલા ઘરના દ્વારને ઉદય કરવા. તે ઉદય મધ્યમમાનના કહેવાય, તથા ઘરના જેટલા વિસ્તાર હાય તેટલા આંગુળામાં પચાસ (૫૦) આંગુળે મેળવતાં જેટલા આંશુળા થાય તેટલા દ્વારના ઉદય કરવા તે કનિષ્ઠમાનના ઉદય કહેવાય અને ઘરની પહેાળાઈ જેટલા ગજ હાય તેટલા આંગુળામાં સીતેર (૭૦) આંગુળેા મેળવી ગણતાં જેટલા આંશુળ થાય તેટલા માનના દ્વારના ઉદય કરવામાં આવે તે ઉત્તમ —જ્યેષ્ઠ પ્રકારનું દ્વાર કહેવાય. (ઘરની જમીન જેટલા હાથ પહોળી હોય તેટલા આંગુળે લઇ તેમાં ૫૦-૬૦-૭૦ ઉમેરવા ) એ રીતે ઘરના દ્વારના ઉચ ત્રણ પ્રકારના કહ્યા છે અને હવે ઘરના દ્વારના વિસ્તાર અથવા પહેાળાઈ માટેની એવી રીત છે કે,—