Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૪ થે.
( ૯ ) ઈમાં) કરવી. વળી કેટલાક આચાર્યોને મત એ છે કે, કિલ્લે તથા કેટ અને ભિંતનું માન મરજી પ્રમાણે કરવું. ૧૧
કુંવઝા. पूर्वापरास्याःपुरसन्मुखाश्च । देवाःशुभानोत्तरदक्षिणास्याः॥ भंगंपुरस्यापिपराङ्मुखास्ते । कुर्वतिधातार्कजनार्दनेशाः॥ १२॥
અર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશા સામેના મુખવાળા તથા નગર સામેના મુખવાળા દે હોય તે તે સારા છે, પણ ઉત્તર અને દક્ષિણ દિશા સામેના મુખવાળા દે સારા નહિ. વળી બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ અને શંકર એ ચાર - વતાઓની પીઠ નગર સામે જે હોય તે તે નગરને ભંગ કરે. ૧૦
શાર્દૂવાત. ब्रह्माविष्णुशिवेंद्रभास्करगुहाःपूर्वीपरास्याःशुभाः। प्रोक्तोसर्वदिशामुखौशिवजिनौविष्णुर्विधातातथा ॥ चामुंडाग्रहमातरोधनपतिद्वैमातुरोभैरवो । देवादक्षिणदिग्मुखाःकपिवरोनैत्यवक्रोभवेत् ॥ १३ ॥
અર્થ–બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઈદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી, એટલા દેવતાઓ પૂર્વ તથા પશ્ચિમ દિશાના મુખવાળા હોય છે તે સારા. તેમાં પણ શિવ, તીર્થકર, વિષ્ણુ અને બ્રહ્મા. એટલા દેવતાઓ તે ચારે દિશાઓમાંથી ગમે તે દિશાના મુખવાળા હોય તે તે સારા છે. તથા ચામુંડા, ષોડશમાત્રિકાઓ, કુબેર, ગણપતિ અને ભૈરવ. એટલા દેવતાએ દક્ષિણ દિશાના મુખવાળા સારા અને હનુમાનનું મુખ નેઋતકણું સામે કરવું. ૧૩.
૧ કાટ એટલે લાકડાને અથવા કાંટાની વાડનું માન મરજી પ્રમાણે કરવું. આ બે પ્રકારના કાટનું નામ પણ પ્રકાર છે, એમ અમરકારની કાયાપલા છે; પણ તે ક્લિષ્ટ કલ્પના જેવું છે. અને ત્રીજો કાટ ધૂળનો હોય છે, એને થોડી ભીતિ રહેલી છે. અને સંભવે છે. કેમકે ભરતપુરને ઘલિ કિલ્લા છે એટલે તે થૂળકાટ કહેવાય છે તે માટે પણ ક્ષણિક વિચાર કરીએ તે સંભવિત વાત નથી. ખરેખરી વાત તે એવી હોવી જોઈએ કે, કોઈ પણ મેટા માનના મંદિરની તરફ વરંડી વાળવામાં આવે છે. તેમજ કાઈ થાણાને કાટ કહેવાય છે. તે વાત ખરી પડવા માટે અદ્યાપિ પર્વત ગુજરાતના ગામડાઓમાં જ્યાં થાણદાર રહે છે, તે જગેને વરંડો હોય છે. તેને કટ કહેવામાં આવે છે. તથા ધર્મશાળા કેદખાની આસપાસ વરંડામે કાટ કહેવાય છે.
* गौरी १ पद्मा २ शची ३ मेधा ४ सावित्री ५ विजया ६ जया ७ देवसेना ( स्वधा ९ स्वाहा १० मातरोलोकमातरः १ धृतिः पुष्टिस्तथा तुष्टि, रात्मनः कुलदेवताः गणेशेनाधिकाखेता, वृद्धौ पूज्याहिषोडश .
૩.