Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૩ જે.
(૫૩)
બેમાં પરસ્પર વિરોધ ભાવ છે માટે). તથા ઘરનું નક્ષત્ર દેવગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય અથવા ઘરનું નક્ષત્ર રાક્ષસ ગણનું હોય અને ઘરધણનું નક્ષત્ર દેવગણનું હોય તો તે કલેશ કરે, માટે એવાં પરસ્પર વિરોધી નક્ષત્રને સર્વથા ત્યાગ કરે. અને હવે એક નક્ષત્રો કહે છે.
- ઘરનું નક્ષત્ર દેવગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર મનુષ્યગણનું હોય અથવા ઘરનું નક્ષત્ર મનુષ્યગણનું હોય અને ઘરધણીનું નક્ષત્ર દેવગણનું હોય; તેમજ ઘરનું અને ઘરધણીનું એ બન્નેનાં નક્ષત્ર દેવગણનાં હોય અથવા એ બનેનાં નક્ષત્રો મનુષ્યગણનાં હોય તે તે શ્રેષ્ઠ છે. ૧૪
वैरंचोत्तरफाल्गुनीश्वियुगलेस्वातीभरण्योईयोः रोहिण्युत्तरषाढयोःश्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा ॥ चित्राहस्तभयोश्चपूष्यफणिनोज्येष्ठाविशाखादये प्रासादेभवनासनेचशयनेनक्षत्रवैरंत्यजेत् ॥ १५ ॥
અર્થ–ઉત્તરાફાલ્ગની અને અશ્વિની એ બન્ને નક્ષત્રોને પરસ્પરમાં વૈર છે, સ્વાતિ અને ભરણુ એ બે નક્ષત્રોને વૈર છે, રોહિણી અને ઉત્તરાષાઢા એ બે નક્ષત્રોમાં વેર છે, શ્રવણ અને પુર્નવસ એ બે નક્ષત્રને વૈર છે, ચિત્રા અને હસ્ત એ બે નક્ષત્રોમાં વૈર છે, પુષ્ય અને અકલેષા એ બે નક્ષત્રમાં વેર છે. ચેષ્ટા અને વિશાખા એ બે નક્ષત્રોને વૈર છે. એ રીતે વેર છે માટે, પ્રાસાદ વિષે, ઘર વિષે, આસન વિષે અને શય્યા વિષે (ખાટલો અથવા પલંગ વગેરે સૂઈ રહેવાના સાધનો વિવે) ઉપર બતાવેલા નક્ષત્ર-વૈર તજવાં કહ્યું છે. ૧૫
विप्राकर्कटमीनतोलिरुदितासिंहाजचापानृपाः विट्कन्यामकरोवृषोथवृषलायुग्मंचकुंभस्तुला ॥ वर्णेनोत्तमकामिनीचभवनंप्राज्झेदुधोयत्नतः श्रेष्ठाद्वादशनंदरागगुणतोविपक्रमाद्राशयः ॥ १६ ॥
અર્થ-કર્ક, મન અને વૃશ્ચિક એ ત્રણ રાશિનો બ્રાહ્મણવર્ણ જાણ, સિંહ, મેષ, અને ધન એ ત્રણ રાશિને ક્ષત્રિયવણું જાણ; કન્યા, મકર અને વૃષ એ ત્રણ રાશિને વૈશ્યવર્ણ જાણ, મિથુન, કુંભ અને તુળા એ ત્રણ રાશિને શુદ્રવર્ણ જાણો.
જેમ સ્વામીની રાશિના વર્ણથી સ્ત્રીની રાશિને વર્ણ ઉત્તમ હોય તે તેવી સ્ત્રીને સ્વામીએ પરણવી નહિ, તેમજ ઘરધણની રાશિના વર્ણથી ઘરની રાશિ ના ઉત્તમ વર્ણવાળું ઘર કરવું નહિ, પણ રાશિના બ્રાહ્મણવર્ણવાળાને મીન રાશિનું ઘર કરવું, તથા રાશિના ક્ષત્રિયવર્ણવાળાને ધન રાશિનું ઘર કરવું.