Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
॥ राजवल्लभ ॥
अध्याय ४ थो.
शार्दूलविक्रीडित. वापीकूपतडागदेवभवनान्यारामयागादिकं तीर्थानामवगाहनंचविधिवत्कन्यादानादिकं ।। सर्वपुण्यमिदंनृपःसलभतेयःकारयेत्पर्वते दुर्गंसर्वजनायशर्मजनविश्राममेकपरं ॥१॥
અર્થ–સર્વ લોકોને સુખકારી અને શત્રુના ભયથી બચાવનાર એ કિલ્લે જે રાજાએ પર્વત ઉપર રચાવે છે તે રાજાઓને કૂવા, તળાવ, વાવડિયે દેવમંદિરે બાગ અને યજ્ઞાદિનાં પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ તીર્થસ્નાન અને વિધિ સહિત કન્યાદાનાદિનાં સર્વ પ્રકારનાં પુ એવા કિલ્લાઓ રચાવનાર રાજાઓને મળે છે. ૧
सिंहोवैरिपराभवंप्रकुरुतेतिष्टगिरेगव्हरे दुर्गस्थोनृपतिःप्रभूतकटकंशत्रुजयेत्संगरे । कैलासेनगरंशिवेनरचितंगौर्यादिसंरक्षणं
दुर्गपश्चिमसागरेचहरिणान्येषांकिमत्रोच्यते ॥ २ ॥ અર્થ–પર્વતની ગુફામાં રહેનાર સિંહ જેમ પોતાના શત્રુને નાશ કરે છે તેજ રીતે કિલ્લામાં રહેનાર રાજા સામે તેનો શત્ર મોટી સેનાવા છતાં દુર્ગપતિ રાજા શત્રુને નાશ કરી શકે છે, એમ જાણી પાર્વતીના રક્ષણ માટે મહાદેવે કૈલાસ પર્વત ઉપર નગર રચ્યું, અને તે જ રીતે પશ્ચિમ સમુદ્ર વિષે શ્રીકૃષ્ણ દ્વારકા નગરી રચેલી છે, તે બીજાઓ માટે તે શું કહિએ ? માટે રાજાઓએ તે અવશ્ય એવો કિલ્લે રચવે જોઈએ. ૨
भूदुर्गेजलदुर्गमद्रिविषयेदुर्गभवेगव्हरे तेषामुत्तममद्रिमुनिरचितंतबैरिणांदुर्गमं ॥