Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૦ )
રાજવલ્લભ, અર્થ-કૃત્તિકાદિથી સાત નક્ષત્ર પૂર્વદિશામાં સ્થાપન કરવાં અથવા કલ્પવાં. તથા મઘાદિ સાત નક્ષત્ર દક્ષિણમાં, તથા અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમમાં, અને ધનિષ્ઠાદિ સાત નક્ષત્ર ઉત્તર દિશામાં સ્થાપવાં અથવા ક૫વાં.
એ રીતે દિશાઓને અનુક્રમ લઈ નક્ષત્રોના અનુક્રમે દરેક દિશાના ભાગે સાત નક્ષત્ર સ્થાપન કરતાં ઘરનું ઉત્પન્ન થએલું નક્ષત્ર જે દિશામાં આવે તે દિશામાં ચંદ્ર છે એમ સમજવું. પણ તે ચંદ્ર ઘરની પાછળ આવે તે હાનિ કરે; તથા ઘરના સામે આવે તે ઘરના આયુષને ક્ષય કરે; અને ઘરની જમણ તરફ અથવા ડાબી તરફ આવે છે, તે શ્રેષ્ઠ છે. દેવમંદિર અને રાજાના ઘરની સામે ચ આવે તે સારે છે. ૧૧
प्रीतिःस्यात्समसप्तमीचदशमीचैकादशीशोभनाः दारिद्र्ययुगलाकरोतिमरणंषष्ठीकलिंपंचमी ॥ मेषोश्वित्रितयेहरिस्तुपितृभाच्चापंत्रयेमूलतः शेषैस्युर्नवराशयःपरमतेनंदांशकैस्तेपृथक् ॥ १२ ॥
અથ–ઘરધણીની રાશિથી ઘરની રાશિ સાતમી આવે છે તે પ્રીતિ કરે, તથા દશમી અથવા એથી રાશિ આવે છે તે પણ સારી છે. અગિયારમી અથવા ત્રીજી રાશિ આવે તે તે પણ સારી છે, પરંતુ ઘરધણીની રાશિથી ઘરની બીજી અથવા બારમી રાશિ આવે તે દરિદ્રી કરે, તથા છઠ્ઠી અથવા આઠમી રાશિ આવે તે તે મરણ પ્રાપ્ત કરાવે અને ઘરધણની રાશિથી ઘરની રાશિ પાંચમી અથવા નવમી આવે તે તે કલેશ ઉત્પન્ન કરાવે.
ઉપર કહેલી રાશિઓની ગણતરી એવી રીતે છે કે–અશ્વિન્યાદિ ત્રણ નક્ષત્ર ઘરનાં આવે તે તેની મેષ રાશિ થાય, મઘાદિ ત્રણ નક્ષત્રો ઘરનાં આવે તે તે સિંહ રાશિ થાય, મૂળાદિ ત્રણ નક્ષત્રો ઘરનાં આવે તે તે ધનરાશિ થાય અને બાકી રહેલી નવ રાશિઓ જે છે, તે દરેક રાશિ એ બે નક્ષત્રની છેપણ જોતિષ શાસ્ત્રના મત પ્રમાણે તે નક્ષત્રના *નવ ચરણની એક
જમીનની લંબાઈ અને પહોળાઈના આંગળાને ગણતાં જે પિંડ આવ્યો છે (૨૦૯૨ ૮૭) તે પિંડને અડે ગુણતાં જે અંક આવે તે અંકને સત્યાવીશે (૨૭) ભાગતાં શેપ જે રહે તેટલામું નક્ષત્ર આવે એમ જાણવું. જુઓ ૨૦૦૨૮૭૪૮=૧૬૭૪૨૯૬ આ સેળ લાખ ચોતેર હજાર બસે ને છન્ને સત્યાવીશે ભાગતાં ૧૬૭૪૨૯૬ ૨૭=શેષ ૨૬ છવીશ રહેશે માટે સમજવું કે છવીસમું નક્ષત્ર આવ્યું. એ નાત્ર અશ્વિન્યાદિથી ગણવું એટલે ઉત્તરા ભાદ્રપદા નામનું તે નઠાત્ર થયું. એ રીતે આય, વ્યય અને નક્ષત્રાદિ ગણી લાવવાનું કહ્યું છે.
' નવ ચરણ એટલે-એક નક્ષત્રના ચાર ભાગો માની, તે ચારમાંથી એક અથવા પા ભાગ લઈ બે નક્ષત્રો સાથે મેળો. એ એ આખા નક્ષત્રના આઠ ભાગ અને એક નક્ષત્રને