Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૪૮)
રાજવલ્લભ तन्मूलेव्ययहय॑नामसहितेभक्तेत्रिभिस्त्वंशकः । स्यादिंद्रोयमभूपतिक्रमवशाईवेसुरेंद्रोहितः॥ वेद्यामेषयमस्तुपण्यभवनेनागेतथाभैरवे । राजांशोगजवाजियाननगरेराजालयमंदिरे ॥ ९॥
અર્થ–મૂળ શશિને જે અંક હોય તે અંકમાં આવેલા વ્યયને અંક મેળવ, તેમજ ધુવાદિક ઘરોમાંનું જે ઘર હોય તે ઘરના નામના જેટલા અક્ષ હોય તેટલે અંક પણ તેમાંજ મેળવે. એ ત્રણે બાબતે એકત્ર કરતાં જે અંક અથવા જેટલો સરવાળો થાય તેટલાને ત્રણે ભાગતાં શેષ જે એક (૧) વધે તે તે “ઈંદ્રાંશ” કહેવાય, તથા બે (૨) વધે તો તે “યમાંશ” કહેવાય અને ત્રણ (૩) અથવા શુન્ય વધે તો તે “રાજાશ” કહેવાય. એ ત્રણ અંશોમાંને ઇદંશ તે દેવાલય અને વેદિકામાં શ્રેષ્ઠ છે, તથા યમાંશ હાટ વિષે, નાગદેવતા વિષે અને ભૈરવ વિષે શ્રેષ્ઠ છે,તથા ગજશાળામાં, અશ્વશાળામાં, વાનમાં, નગરમાં, રાજાના ઘરમાં અને બીજા સાધારણ લોકોના ઘરે વિષે રાજાશા શ્રેષ્ઠ છે. ૯
રંવઝા. यावद्हर्संगणयेत्स्वधिष्ण्यात्ताराविभक्तेनवभिश्चशेषा ॥ . बुधैस्तृतीयासकलेषुवायापंचमीसप्तमिकानशस्ता ॥१०॥
અથ–-ઘરધણના જન્મનું જે નક્ષત્ર હોય તે નક્ષત્રથી ઘરનું જે નક્ષત્ર આવ્યું હોય તે નક્ષત્ર સુધી ગણતાં જેટલે અંક આવે તેટલા અંકને નવે (૯) ભાગતાં શેષ જે રહે તેટલામી તારા સમજવી, એ તારાઓમાંથી ત્રીજી તારા આવે તો તેને સર્વ કામમાં ડાહ્યા મનુષ્ય ત્યાગવી કહી છે. તે જ રીતે પાંચમી અને સાતમી વાસ પણે સારી નથી અને બાકી રહેલી તારાઓમાં પહેલી ૧ બીજી ૨ થી ૪ છઠ્ઠી ૬ આડમી ૮ અને નવમી ૯. એટલી તારા.. એમાંથી ગમેતે તાર આવે તે તે શ્રેષ્ઠ છે. ૧૦ જ શાંતા ૧ મનેહરા ૨ દૃરા, ૩ વિજયા ચ ૪ કુલભવા; , પદ્મિની ૬ રાક્ષસી ૭ બાલા, ૮ આનંદા ૯ નવમીસ્કૃત, ૭૦
નાચંદ્રહ્મશે. અર્થ-શાંતા ૧ મનોહર ૨. કરા વિજયા ૪ કુલભવા જ પદ્મિની ૬ રાક્ષસી ૭ બાળા ૮ અને આનંદા ૯. એ રીતે નવ તારાઓ છે, ૭૦
शांतामनोहराकुरा । विजयाचकुलोद्भवा ॥
पद्मिनीराक्षसीवीरा ॥ आनंदानवमीस्मृता. ४८ એ રીતે ત્રીજા પદમાં બાળાને ઠેકાણે વીરા કહિ છે,