Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૨૪)
રાજષભ, અથ –-ઘર પાસે દૂધવાળાં, કાંટાવાળાં અને ઘણાં ફળવાળાં વૃક્ષે રોપવા નહિ. પણ ચપ, પાડળ, કેળ, જઈ અને કેતકીનાં વૃક્ષા રોપવાં. વળી જે ઘર ઉપર દિવસના બીજા અને ત્રીજા પહેરે ઝાડની તથા દેવમદિરની છાયા આવે તે સારી નહિ. તે પણ પ્રથમ અને ચોથા પહેરે એવી છાયા ઘર ઉપર આવે તો તેને દોષ નથી, બ્રહ્માના દેવળ પાસે, વિષ્ણુ, સૂર્ય અને મહાદેવના દેવળ સામે, તથા જૈન પ્રાસાદની પાછળ ઘરે કરવું નહિ; અને
જ્યાં ચંડીની સ્થાપના હોય તેની તે કેઈપણ નજીકની બાજુ ઉપર ઘરે કરવું નહિ. તેનાથી તે દૂર ઘર કરવું. ૨૮
(ચંધની મૂર્તિ અને ઘર વચ્ચે ભીત હોય તો પછી દોષ નથી એમ બીજા ગ્રંથમાં લખે છે.)
उपजाति. सदुग्धवृक्षादविणस्यनाशंकुर्वतितेकंटकिनोरिभीतिम् ॥ प्रजाविनाशंफलिनःसमीपेगृहस्यवाःकलधौतपुष्पाः ॥२९॥
અર્થ---ઘર આગળ દૂધવાળાં વૃો હોય તે દ્રવ્યને નાશ થાય, કાંટાવાળાં વૃક્ષે હોય તે શત્રુને ભય ઉત્પન્ન કરે, ઘણાં ફળવાળાં વૃક્ષે હોય તે બાળકનો નાશ કરે, અને પીળાં ફૂલવાળાં વૃક્ષે હોય તે તે ખોટાં છે માટે તે પણ રાખવાં નહિ. ૨૯
શાર્દૂલવિદત. दुष्टोभूतनिषेवितोपिविटपीनोच्छिद्यतेशक्तितः तदब्दिवशमीत्वशोकबकुलौपुन्नागसचंपको द्राक्षापुष्पकमंडपंचतिलकानकृष्णांवपेद्दाडिमी सौम्यादेःशुभदौकपित्थकवटावौदुंबराश्वत्थको ॥ ३० ॥
૧ ઘણું ફળવાળાં કહ્યાં છે તે વૃક્ષા અવાં કે જે કક્ષામાં ઘણું મટાં ફળ (ાય. જેવાં કે, ફનસ તથા નાળિયેર ઈત્યાદિ. તેમજ ઘણું કોવાળાં વૃક્ષા અટલે ગુંદી, પીલુંબોરડી વગેરે ન રોપવાં; તેમજ રાયણ, કમંદાં, જાબું એ પણ રોપવાં નહિ. આંબા, પીપળ અને પીંપળો ન રોપવાં.
૨ કળ રોપવી કહી છે તથા ત્રીશમા શ્લોકમાં દાડમ અને પીપળી રોપવાનું કહ્યું છે પણ એજ રાજવલ્લભના કર્તા મંડન “વાસ્તુમંડન નામના કરેલા ગ્રંથમાં લખે છે કે