________________
શ્રીમદ્ રાજચંદ્રજીનું લખાણ ગદ્ય-પદ્ય સ્વરૂપનું છે. શ્રીમદ્ભી સૂક્ષ્મ ધર્માનુભૂતિને તતોતંત શબ્દબદ્ધ કરવામાં ગુજરાતી ભાષાની અપરંપાર શક્તિનાં દર્શન થાય છે. શ્રીમદ્ લખાણ એ રીતે, અત્યંત સમૃધ્ધ એવા ગુજરાતી ગદ્યના ઈતિહાસમાં એક સીમાસ્તંભ રૂપ છે.
“શ્રીમદ્ભા શબ્દોનું સેવન કરીએ છીએ ત્યારે એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે – અને તે સાથે જ આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની કૌમુદી નીચે શાતાભર્યા લહેરાતા ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે.” (શ્રીમદ્જી જન્મ શતાબ્દી અંક સં. ૨૦૨૪).
શ્રીમદ્જીના શબ્દોમાં (કવિરૂપી હીરાને કવિરૂપી “ઝવેરીજ ઓળખી-પારખી શકે એ ન્યાયે) ક્રાન્તદર્શી કવિશ્રી ઉમાશંકરભાઈને શ્રીમદ્ભા પૂર્ણ આત્મદર્શનના ચિત્તપારાવારનું દર્શન થાય છે. તો એ ગહન આત્મ-સાગરમાં રે પાની પૈર ડૂબકી મારનારા “અધ્યાત્મ રાજચંદ્રના દર્શક-સર્જક ડૉ. ભગવાનદાસ મહેતાને એ શબ્દસાગરમાંથી “અવનીનું અમૃત” લાધે છે. એ પ્રતિફલનનારૂપે તેમને શ્રીમદ્ગા શ્રેષ્ઠ સર્જન શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રમાં આ અવની-અમૃત સંઘરાયેલું દેખાય છે. આ જ અમૃત-સાગરમાં ઊંડા ઉતરનારા અંતર્દષ્ટા સુશ્રી વિમલાતાઈને પણ શ્રીમદ્ભા શબ્દોમાં સર્વોચ્ચ પ્રજ્ઞાના આંદોલનો દેખાય છે, આત્મસિધ્ધિની ગાથાએ ગાથાએ શ્રીમની સજીવતાનાં દર્શન થાય છે :
“The words of Sri Rajchandra are charged with the vibrations of Supreme Intelligence. He is alive in every verse of ATMA SIDDHI.” (- Saptabhashi Atmasiddhi – ગ્રંથનું પુરોવચન)
શું શ્રીમદ્ભા અવની-અમૃત-સમી શ્રેષ્ઠ કૃતિ “શ્રી આત્મસિધ્ધિ” કે શું ક્રાન્તદર્શી શ્રી અરવિંદની ગહનકૃતિ “The Life Divine” (કે જેના શબ્દોના સર્જન “Coining of words ને સમજવા બી.બી.સી. લંડનને વાર્તાલાપો યોજવા પડે) શું વિનોવાસાહિત્ય ના વિશાળ સ્વરૂપમાં છુપાયેલ-છવાયેલ “શબ્દબ્રા' કે શું શબ્દસૃષ્ટિની પેલે પારના દેષ્ટા અને “શબ્દે ઘરતી, શત્રે કાશ, શબ્દ શબ્દ મેં કયા પ્રકાશ' કહી શબ્દ” માં સત્ શ્રી માત્ર પુરુષને શોધનારા ગુરુ નાનક – આ સર્વ ગહન સાગરે પેઠેલા દિવ્યદેષ્ટાઓને જ શબ્દશક્તિના, શબ્દમાંથી નિશબ્દ ભણી લઈ જતા શબ્દબ્રહ્મના દર્શન થાય, તીરે ઊભી તમાશો જોનારા આપણ સૌને એ થોડું થવાનું?
શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?