________________
પ્રીત કિયે દુઃખ હેય” તમારો ચાંદીનો સિક્કો એ પથ્થર ઉપર મૂકી દેવાને. ત્યાર બાદ તરત જ તમારે કંડાળાની બહાર નીકળી જઈ, પેલી ઝાંખરાની વાડ છે તેની પાછળ જઈને બેસી જવાનું. ત્યાં બેઠા બાદ તમારે દશ મિનિટ સુધી કે હથોડો ચાલવાને અવાજ આવે ત્યાં સુધી ડાબી તરફ કે જમણી તરફ નહિ જોવાનું. હથોડાનો અવાજ બંધ થાય એટલે તમારે સો ગણતા સુધી કે માળાના સો મણકા ફેરવતાં જેટલો વખત થાય એટલો વખત થોભવાનું અને પછી એ કુંડાળામાં પેસવાનું. તો તમારા પૈસા ચાલ્યા ગયા હશે, અને તમારા ઘડાને નાળ જડાઈ ગઈ હશે.”
“મારા પૈસા જશે એની તે મને ખાતરી છે; પણ પછી મારા ઘોડાની નાળની બાબતમાં કશું ન થયું તો સાંભળ, હું તારો બબૂચક સ્કૂલમાસ્ટર નથી;- હું તો તારી એવી વલે બેસાડીશ કે તું ખો ભૂલી જઈશ.”
પણ હું તમારા હાથમાં આવીશ તે ને?” એમ કહેતકને તે તે વેરાન મેદાન વચ્ચેથી એવા જોરથી નાઠો કે, ટ્રોસિલિયને ગમે તેટલું જોર કર્યું પણ તે એને પકડી ન શક્યો. પેલો છોકરો જાણે જીવ ઉપર આવીને દોડતું હોય એમ પણ નહોતે દોડતો,– ટ્રેસિલિયનને ચીડવવા વચ્ચે વચ્ચે થોભીને પાછો હાથતાળી આપીને નાસી જતો. છેવટે જ્યારે ટ્રેસિલિયનથી વધુ દોડાય એમ ન રહ્યું ત્યારે તે સ્થિર ઊભો રહ્યો. એ જોઈ પેલે એક ટેકરી ઉપર ઊભો રહી, તાળીઓ પાડી નાચવા લાગ્યો. ટ્રેસિલિયને હવે પોતાના ઘોડા પાસે પાછા ફરી તેની ઉપર બેસી પેલાને પીછો પકડવાનું નક્કી કર્યું. પણ તરત જ પેલો બોલી ઊઠ્યો, “તમારા ઘોડાને પગ નાહક ખરાબ ન કરશો; તમે જો તમારો હાથ મારા બરડા ઉપર ન વાપરવાનું વચન આપો, તો તમારી પાસે પાછો આવું.” - “પણ હું એવી શરત કરે શા માટે, બદમાશ છછુંદર? હમણાં હું તને આંબી જાઉં છુંને!”
“અરે મહેરબાન, સામે પેલું કળણ જ છે, જેના ઉપર થઈને હું તે ચાલ્યા જઈશ, પણ તમે મારી પાછળ આવવા જશો તો ઘોડા સાથે આખા જ અંદર ઊતરી જશો !”
ટ્રેસિલિયને નજર કરી જોઈ, તે ટેકરી પાછળ એવી કળણભૂમિ હોવાનો સંભવ તેને લાગ્યો, એટલે તેણે સમાધાનની શરત કબૂલ રાખી અને તેને