________________
પ્રીત કિયે દુઃખ હેય” તેમને તેમના વૈદે ગાઢ નિદ્રામાં નાખવાની દવા જ પાઈ હતી. એટલે લૉર્ડ પોતે તો આપ નામદારના શાહી અને કૃપાભર્યા સંદેશની જે અવગણના કરાઈ હતી, તે વિષે કશું જ જાણતા ન હતા. તે આજે સવારે જ્યારે જાગ્યા, ત્યારે જ તેમને તે વાતની ખબર પડી.”
તે પછી એમના કયા સેવકે મેં તેમની પાસે મોકલેલા મારા વૈદને અંદર પેસવા પણ ન દેવાની બેઅદબી દાખવી છે?”
“એ ગુનેગાર, મૅડમ, આપની સમક્ષ જ હાજર થયો છે,” વૉલ્ટરે ખૂબ નીચા નમીને કહ્યું, “એ બાબતનો બધો જ દોષ મારા પિતાને જ છે. એટલે મારા લોંડે ન્યાયોચિત રીતે મને મારા અપરાધ બદલ જે સજા થવી જોઈએ તે સ્વીકારવા આપની સમક્ષ રજૂ કરી દીયો છે. બાકી, મારા લૉર્ડ તે, ઊંઘતા માણસનાં સ્વપ્ન, જાગતા માણસનાં કર્મ માટે જેટલાં દોષિત ગણાય, તેટલા જ દોષિત છે.”
તે શું, મેં મારા વૈદને સેઝ-કોર્ટમાં પેસવા ન દીધો? પોતાના સમ્રાટ પ્રત્યે આવો બાહ્ય ભક્તિભાવ ધરાવનાર તે એવી હિંમત શા કારણે કરી વારુ?”
મેડમ, વેદ ઉપચાર કરતો હોય તેટલો વખત પોતાના દરદીનો ભાગ્યવિધાતા – કુલ માલિક ગણાય છે. મારા લૉર્ડ તે વખતે એક ગામઠી વૈદની સારવારમાં હતા, જેણે આજ્ઞા આપી હતી કે, દરદીને એ ઊંઘમાંથી એ રાતે જગાડશો તો તેના જાનનું જોખમ છે.”
એટલે કે તારા માલિકે પોતાની જાતને એક જૂઠા ઊંટવૈદના હાથમાં જ સોંપી દીધી હતી, કેમ?”
જૂઠો કે સાચો એ તે હું કહી ન શકે, નામદાર; પણ આજે સવારે જ કેટલાય દિવસની ગંભીર બીમારી બાદ, તે પ્રથમ વાર સાજા-તાજા જેવા થઈને ઊડ્યા છે. કેટલીય રાતો બાદ તે આ પહેલી વાર જ ઊંધ્યા હતા.”
હાશ, તે સાજા થયા એ જાણી અમને ખરેખર આનંદ થાય છે. પણ તે ડૉક્ટર માસ્ટર્સને ન પેસવા દેવામાં જડસુપાણું જ દાખવ્યું છે. ધર્મશાસ્ત્રમાં* લખ્યું છે તે તને ખબર નથી કે, ઘણા માણસોની સલાહ લેવામાં સહીસલામતી છે?”
* ઍવર્બઝ ૧૧-૧૪.