________________
બે હરીફ
૧૩૯ કેન્ટના વડા શેરીકને હકમ મળતાં કટીના સૈનિકો સાથે ઝટ આવી પહોંચાય એમ તૈયાર રહેવાની ખાનગી સૂચના મોકલવામાં આવી છે.
જે નિર્ણાયક ઘડીની રાહ બધા પક્ષે જોવાતી હતી, તે છેવટે આવી; અને બને હરીફ અર્કો પોતાના મિત્રો અને અનુયાયીઓના દબદબાભર્યા રસાલા સાથે ગ્રીનવીચના રાજમહેલના પટાંગણમાં મધ્યાહન થયે દાખલ થયા.
પહેલાંની ગોઠવણ મુજબ કે રાણીજીની એવી મરજી છે એવી સૂચના જ મળી હોવાથી સસેકસ અને તેમના રસાલો ડેટફર્ડમાંથી જળમાર્ગે આવ્યો, ત્યારે લિસેસ્ટર જમીનમાર્ગે આવ્યો. આમ તેઓ પટાંગણમાં બે સામસામી બાજુએથી દાખલ થયા. અલબત્ત, એટલા માત્ર પણ ઉપરચોટિયા નજરે લિસેસ્ટરની ઘોડેસવાર અનુયાયીઓની સવારી સસેકસના પગપાળા ટોળા કરતાં વધુ ભવ્ય તથા સંખ્યામાં પણ મોટી લાગતી હતી.
બંને અર્લો વચ્ચે પરસ્પર અભિવાદનનો કંઈ કરો દેખાવ પણ થયો નહિ –- બંનેએ એકબીજા સામે માત્ર ઘૂરકીને જોઈ લીધું. બંનેના અનુયાયીએમાં પણ સામસામી ઘૂરકા-ઘૂરકી થઈ, અને સહેજ કારણ મળે કે તરત તેઓ એકબીજા ઉપર તૂટી પડવા તૈયાર જ હતા. પરંતુ તેમના નેતાઓએ તેમને સખત તાકીદ આપેલી હતી, તથા પટાંગણમાં તૈયાર રખાયેલ સશસ્ત્ર ટુકડીઓની પણ બાધક અસર પડે જ.
અલબત્ત, મહેલમાં તે દરેકની પાછળ ખાસ મુખ્ય અનુયાયીઓ જ દાખલ થયા. છેવટના રાણીજી મુલાકાત માટેના જે કમરામાં હાજર હતાં ત્યાં આવ્યા ત્યારે તો સસેકસની પાછળ ટ્રેસિલિયન, બ્લાઉંટ અને રેલે હતા, અને લિસેસ્ટરની પાછળ વાર્નો હતો. એ કમરામાં દાખલ થતી વખતે દરબારી રસમ પ્રમાણે લિએસ્ટરે પોતાના કરતાં જૂના ખાનદાનવાળા સસેકસને પ્રથમ દાખલ થવા દેવા પડયા. વડા દ્વારરક્ષકે સસેકસની પાછળ “બીજા કોઈને આવવા દેવાનો હુકમ નથી’, એમ કહી બ્લાઉટ વગેરેને રોકયા; પણ પછી પાછળ રહેલા રેલને તેણે જણાવ્યું, “તમે મહેરબાન, અંદર જઈ શકો છો.”
- ત્યાર બાદ અલ ઑફ લિસેસ્ટર એમ બોલતા બોલતે અંદર પેઠો, વાને, તું મારી નજીક જ રહેજે.” પણ લિસેસ્ટરની પાછળ જતા વાનેને વડા દ્વારરક્ષકે રોકયો.