________________
૧૭૨
“પ્રીત કિયે દુઃખ હેય” લૅમ્બોર્ન એમ પાણી વગેરેથી કંઈક હોશમાં આવવાના પ્રયત્ન કરવા લાગ્યો, દરમ્યાન જાઇલ્સ ગોસ્લિગ કોઈ ન જાણે તેમ પેલા ફેરિયાના કમરામાં આવ્યો અને પૂછવા લાગ્યો – “કેમ મહેરબાન, તમે અહીં ચાલ્યા આવ્યા?”
“ભૂત આવે ત્યારે ભાગવું જ પડેને!”
“મારા ભાણા માટે એવા શબ્દો મારી સમક્ષ વાપરવા તમને ન છાજે, મહેરબાન. અલબત્ત, માઈક સેતાનો વંશજ છે, એની ના નહિ.”
અરે, એ દારૂડિયાની વાત કયાં કરે છે? હું તો પેલો તેની સાથે જે બીજો આવ્યો છે, તેની વાત કરું છું. પણ એ લોકો ક્યારે જવાના છે, અને અહીં શા માટે થોભ્યા છે?”
એ પ્રશ્નોનો જવાબ તે હું આપી શકે તેમ નથી, પરંતુ તમે ભલા માસ્ટર ટ્રેસિલિયન તરફથી જે વીંટી લાવ્યા છો, એ ખાસી કીમતી છે. અને એવી બક્ષિસ આપનાર માટે મારે કંઈ કરી છૂટવું જોઈએ. હું જે ધંધો ચલાવું છું, તે ધંધામાં રહીને મારે બીજા લોકોની બાબતમાં બહુ માથું ન મારવું ઘટે. તેમ છતાં મારી જાણમાં છે તે પ્રમાણે પેલાં લેડી હજુ કમ્બરપ્લેસમાં જ છે; તેમને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે, અને સાંભળ્યું છે તે પ્રમાણે તેમને આ એકલવાસ બહુ કઠે છે. તે બહુ ચિંતાગ્રસ્ત તથા ખિન્ન પણ રહે છે. પણ તમે તમારા માલિકની અચ્છી સેવા બજાવવા ઇચ્છતા હો, તે અત્યારે એક સારી તક છે – ટૉની ફેસ્ટર અહીં આવવા નીકળ્યો છે; અને હું મારા ભાણાને હજુ એક ખાસું પવાલું ભરીને દારૂ આપી દઈશ, એટલે રાણીજીનો હુકમ હોય તે પણ તે ઝટ અહીંથી ખસશે નહિ. એટલે કે, એ લોકોને અહીં એકાદ કલાક નીકળી જશે. દરમ્યાન તમે તમારો માલ લઈને કન્ઝર-પ્લેસ ચાલ્યા જાઓ, અને ત્યાંની જે બુઠ્ઠી નોકરી છે, તેને જરા ખુશ કરી, તમારો માલ બતાવવા અને વેચવા લેડી પાસે પહોંચી જાઓ. તમને ખપત પણ થશે અને લેડી વિશેની જાત-માહિતી પણ પ્રત્યક્ષ મુલાકાતથી માસ્ટર ટ્રેસિલિયન માટે મેળવી શકશો.”
ખરી વાત; તમારી આ સૂચના માટે તમારો આભાર માનું છું.” વેલૅન્ડે જવાબ આપ્યો (એ ફેરિયો વેલૅન્ડ જ હતો. એટલું આપણે અહીં કહી દઈએ,); “પણ પેલો ડોસો પણ કમ્નર-પ્લેસ જવા માટે જ આવ્યો છે કે શું?”