________________
6
પ્રીત કિયે દુઃખ હોય'
૧૯
ગામમાં બહાર જતી, ત્યારે તે જુદા જુદા વેશે મને અચૂક ભેગો થતા. આજે અહીં જે બન્યું, તે ઉપરથી મેં તેની મદદ લેવાનો નિરધાર કર્યો, અને તે અત્યારે પાર્કની પછીતના દ્વાર આગળ નાસી છૂટવાના સાધન સાથે તૈયાર ઊભા છે. પણ આપ એ કામ કરવા માટે અત્યારે તન-મનની તાકાત દાખવી શકશે ખરાં?'
“મૃત્યુ અને તેથી પણ વધુ શીલના મૃત્યુથી ડરીને ભાગવા જે ઇચ્છે, તેને શરીરની તાકાત આવે જ.”
""
“તા પછી ભગવાનનું નામ લઈ, માનવંત બાનુ, તૈયાર થઈ જાઓ; હું આપની વિદાય લઉં છું અને ભગવાનના હાથમાં આપને સોંપી દઉં છું. “તે। તું મારી સાથે નહિ ભાગે, જૅનેટ? આવે વખતે તું મારી સાથે નહિ હોય એ કેવું?”
–
“ માનવંત બાનુ, હું પણ આપની સાથે જરૂર ભાગત – પંખિણી પાંજરામાંથી ભાગે એમ જ, પરંતુ હુંય અહીં ન હોઉં, તો એ લોકોને તરત આપની ગેરહાજરીની ખબર પડી જાય, અને તે આપનો પીછા કરે. મારે અહીં હાજર રહી, એ લોકોને ગફલતમાં રાખવા જ પડશે કે, આપ અંદર નિરાંતે ઊંઘા છે, માટે જગાડવાનાં નથી. ”
66
‘પણ મારે એ અજાણ્યાની સાથે એકલીએ મુસાફરી કરવી પડશે?” કાઉન્ટસ ખચકાતી ખચકાતી બોલી; “કદાચ, આ પણ એ લોકોની જ કશીક ભેદી યોજના હશે તો. – મને તારી પાસેથી છૂટી પાડી, પોતાના મનનું ધાર્યું કરવાની?”
“ના, બાનુ, ના; એ જુવાનિયા માસ્ટર ટ્રેસિલિયનના માણસ છે; અને તેમના કહ્યાથી જ આ તરફ આવેલા છે.”
66
જો તે ટ્રેસિલિયનના માણસ હોય, તો હું ભગવાનના દેવદૂતની જેમ તેના વિશ્વાસે ચાલી જઈશ. કારણકે, ટ્રેસિલિયન જેવા કોઈ નિઃસ્વાર્થ, નેક, અને ઉદાર-દિલ માણસ બીજા કોઈ હોય, એમ હું માનતી
નથી. — હાય !
પણ મેં તેના પ્રેમના કેવો બદલા વાળ્યા, વારુ!”
એકઠી કરી
ઉતાવળે તેઓએ થાડી આવશ્યક વસ્તુ લીધી. જૅનેટે તે બધીનું એક નાનું બંડલ બાંધી દીધું. જે કોઈ આંતરિક મૂલ્યનાં ઘરેણાં તેને હાથ આવ્યાં તે પણ તેણે ભેગાં કરી લીધાં. અને ખાસ કરીને રત્નાની એક કાસ્કેટ તેણે ડહાપણ વાપરીને લીધી, જે કદાચ ભવિષ્યની કટોકટી વેળા