________________
એળે નહિ જાય! રહે તેટલી વસ્તુઓ મળી. પછી ત્યાંથી જ વેલૅન્ડ કાઉન્ટસને અનુકૂળ આવે તેવી થોડી હલકી ચીજો લેતો આવ્યો.
કાઉન્ટસે દરમ્યાન પોતાનો પતિ ઉપરનો પત્ર લખીને પૂરો કર્યો હતો. બીડવાનું કે રેશમી દોરો બાંધવાનું કંઈ જ સાધન પાસે ન હોવાથી તેણે પોતાના સુંદર વાળની એક લટ વડે તેને બાંધી દીધો હતો.
- વેલેંન્ડને જોતાં જ કાઉન્ટસે કહ્યું, “ભલા મિત્ર, પરમાત્માએ જ તને અણીને વખતે મારે માટે મોકલી આપેલ છે, એમ હું માનું છું. હવે કમનસીબ એવી મારે માટે આ છેલ્લી સેવા બજાવતે જા – આ કાગળ નામદાર અર્લ ઑફ લિસેસ્ટરને પહોંચાડ. ત્યાર પછી તું મારી જવાબદારીમાંથી મુક્ત થાય છે. મને સારું પરિણામ જ આવશે એવી આશા છે, અને તેમ થશે તો હું તને ખરેખર તવંગર બનાવી દઈશ, એની ખાતરી રાખજે. પણ આ કાગળ લૉર્ડ લિસેસ્ટરના હાથમાં જ આપજે અને પછી તે લેતાં તેમના મોં ઉપર શો ફેરફાર થાય છે, તે કાળજીથી નિહાળજે.” - વેલેન્ટે રાજીખુશીથી એ પત્ર પહોંચાડવાનું કામ સ્વીકાર્યું, પણ દરમ્યાન એ બાનુને કંઈક નાસ્તો કરી લેવા ખાસ આગ્રહ કર્યો. કાઉન્ટસે એને વિદાય કરવા ખાતર જ એણે આણેલી ચીજોમાંથી કંઈક ખાવાનું સ્વીકાર્યું. વેલૅન્ડ કાઉન્ટસને અંદરથી બારણાને બંધ કરવાનું તથા એ નાના કમરામાંથી બહાર ન નીકળવાની સાવધાની રાખવાનું કહીને ચાલતો થયો.
તેને હવે એ કાગળ લિસેસ્ટરને કેમ કરીને પહોંચાડવો તે વિચારવાનું હતું જ; પણ વિશેષમાં તે, કન્નર-પ્લેસમાંથી નાઠા બાદ કાઉન્ટસની જે સ્થિતિ તેણે નજરે જોઈ હતી, તે ઉપરથી તેને ડર લાગતો હતો કે, કાઉન્ટસનું મગજ કંઈક અસ્થિર થઈ ગયેલું છે, અને એ જે કંઈ પગલાં ભરે છે, એ ડહાપણભરેલાં કે વિચારપૂર્વક હોય એમ તેને હરગિજ લાગતું નહોતું.
વસ્તુતાએ તેને એ વિચાર આવ્યો હતો કે, એ બાઈ જો વાને વગેરે લિસેસ્ટરના માણસથી ડરીને ભાગી છે, તે તે પોતાના પિતાને ત્યાં જવાને બદલે, આ લોકો જ જ્યાં સામા મળે, ત્યાં જાણી જોઈને શા માટે આવી છે? વેલૅન્ડને અત્યાર સુધી એમ લાગતું હતું ખરું કે, (એ કાઉન્ટેસ છે એમ તે જાણ જ ન હત) કદાચ ટ્રેસિલિયન મારફત અપીલ કરી રાણીજીનું સંરક્ષણ ચાહતી હોવાથી તે અહીં આવી હશે. પણ અહીં આવ્યા બાદ તેણે ટ્રેસિલિયનને બદલે લિસેસ્ટરને જ પહોંચાડવા માટે પોતાને કાગળ આપ્યો એ જોઈ, તે