________________
૨૨૬
પ્રીત કિયે દુઃખ હેય” પોતાના સત્તાધીશપણાથી મારે માટે જે કંઈ કરી શકશે, તે કરતાં મને વધુ લાભ થશે!”
જેનું કંઈ કારણ રજૂ કરી શકે તેવું કાંઈ પણ વચન તું મારી પાસે માગી શકે છે. પણ મારી પાસેથી એવું ન માગતી કે—”
“ના, ના, વહાલા એડમંડ – હું તમને એ સંબોધનથી સંબધું એમ તમે એક વખત ચાહતા હતા – તમારું વરદાન, કારણ દર્શાવવા સાથે જોડીને તમે મર્યાદિત ન કરી દેતા! મારો આખો કિસ્સો ગાંડપણભર્યો જ છે અને તેમાં કારણ જેવું વિશેષ કાંઈ બતાવી શકાય તેમ નથી.”
“તું જો આમ ઝનૂનથી વાત કરશે, તે માટે માની લેવું જ પડશે કે, તારી અત્યારની સ્થિતિમાં હું તારું હિત વિચારી શકે એવી સ્થિતિમાં જ નથી.”
ના, ના!” કાઉટેસ તેની આગળ એક ઘૂંટણ ઉપર બેસી પડીને બોલી; “હું ગાંડી નથી – હું માત્ર મોંએ બોલી ન શકાય તેટલી દુઃખી છે; અને અસાધારણ સંજોગોને કારણે એવી કરાડ ઉપર આવીને ઊભી છું, જ્યારે મને પડતી અટકાવવા ઇચ્છતો તમારો હાથ મને ઊલટો એ કરાડ ઉપરથી નીચે જ ગબડાવશે – અરે ટ્રેસિલિયન, તમે કે જેમનો હું હંમેશ આદર કરતી આવી છું – અરે જેમને ચાહતી પણ આવી છું – જોકે તમે ઇચ્છતા હતા તે રીતે નહિ – તેવા તમે મને તમારે હાથે આવો કારી ઘા ન કરશો!”
એની આજીજીમાં, એની કરુણતામાં એવું કંઈક હતું કે, સિલિયનને તે કબૂલ રાખ્યા વિના ચાલ્યું નહિ. તેણે તેને ઊભી થવા તથા શાંત થવા
કહ્યું.
ના, ના, ટ્રેસિલિયન, જ્યાં સુધી તમે મને મેં માગેલું વચન નહિ આપો, ત્યાં સુધી હું ઊભી થવાની નથી કે શાંત પડવાની નથી – હું અત્યારે એવા માણસના હુકમની રાહ જોઈ રહી છું, જેને તેવો હુકમ કરવાની સત્તા છે – અત્યારે કોઈ ત્રીજો માણસ વચ્ચે દખલ કરવા જશે – ખાસ કરીને તમે– તે મારી સદંતર બરબાદી જ સરજાશે. માત્ર ચોવીસ કલાક જ થોભી જવાનું મને વચન આપો; અને એમ પણ બને કે તે દરમ્યાન બિચારી-બાપડી મનાતી એમી તમારી નિ:સ્વાર્થ મિત્રતાનો યોગ્ય બદલો વાળી આપવા શક્તિમાન થશે – તે પોતેય સુખી થઈ હશે અને તમનેય સુખી કરવાની- ઉનત કરવાની સત્તા તેના હાથમાં આવી હશે.”