Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 338
________________ ૩ર૧ અંતઃ સોને કે વાતને ન ઊભું કરે. અને ઘરની જે બુઠ્ઠી નોકરડીઓ છે તેમના ઉપર તે સત્ય જેટલો જ વિશ્વાસ આપણે રાખી શકીએ – કારણકે તેઓ આ લેડીને ખૂબ ધિક્કારે છે.” “છતાં આપણે તેમનો વિશ્વાસ આ વખતે કરવો નથી. આપણે તે આને તું જ્યાં તારું સોનું રાખે છે, એ કમરામાં જ રાખવી છે.” “મારું સોનું? મારી પાસે વળી સોનું ક્યાં છે? મારી પાસે સોનુંબોનું કાંઈ નથી – ભગવાન કરે ને હોય તો સારી વાતઑ.” તને ગરદન મારે, મૂરખ જાનવર, તારી પાસે સોનું છે કે નહિ એની પંચાત કોણ કરે છે? મારે તો તારા સૂવાના કમરાની પંચાત છે, જેને તે ગઢ-કિલ્લા જેવો સુરક્ષિત બનાવી દીધો છે. અને હું નીચે ઍમી માટે તૈયાર કરાવેલા ચાર કમરામાં આવી જજે – અર્લ તારી પાસે એ કમરાઓનું કીમતી ફરનિચર પાછું નહિ માગે, સમજ્યો?” કીમતી ફરનિચરવાળા ચાર કમરા અકબંધ પોતાને મળવાના હોય તે પછી પોતાને સૂવાને કમર ખાલી કરી આપવામાં શું વાંધે? એમ વિચાર કરી, તરત કોસ્ટર બધું તૈયાર કરવા જરા આગળ ચાલ્યો ગયો. જ્યારે બધાં કન્નર-પ્લેસ આવી પહોંચ્યાં, ત્યારે કાઉન્ટેસે જેનેટ માટે આતુરતાથી તપાસ કરી; પણ ફેસ્ટરે જવાબ આપ્યો, “મારી દીકરી મને વહાલી છે, એટલે એને રાજદરબારી કાવાદાવા શીખવા અહીં રાખવી એ મને સલાહભર્યું ન લાગતાં મેં તેને અહીંથી દૂર રવાના કરી દીધી છે. જેટલું તે શીખી ગઈ છે, તે પણ તેને માટે હિતકર નથી.” કાઉન્ટસ એટલી થાકેલી હતી કે, વધુ સવાલજવમ્બ કર્યા વિના પોતાના સૂવાના કમરામાં પહોંચી જવા ઉતાવળ કરવા લાગી. ફેસ્ટરે જ જવાબ આપ્યો, “પેલી નાટકશાળામાં તમારે જવાનું નથી; તમને વધુ સહીસલામત જગાએ સૂવાની ગોઠવણ કરેલી છે.” “મને મારી કબરમાં સૂવાનું મળે તો જ વધુ સારું.” “એ તો કાલે વૉર્ડ અહીં પધારે ત્યારે તેમની સાથે ગોઠવી લેજો; અમારી સાથે એવી વાત કરવાની ન હોય.” “પણ ખરે જ એ કાલે અહીં આવશે, ભલા ફેસ્ટર?” પ્રિ - ૨૧

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346