Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 341
________________ ૩૨૪ પ્રીત કિયે દુખ હાય” હું? ખરું કહો છો, સર રિચાર્ડ? એ કામ કરવાનું જ છે?” હા, હા; કરવાનું જ છે. નહિ તો તને આ આખી મિલકતનો કાયમી પટ્ટો કેમ કરીને મળવાનું છે?” મને પહેલેથી લાગતું જ હતું કે, છેવટે મારે એ કામ કરવાનું જ આવવાનું છે. પણ આખી દુનિયા મને આપી દો, તે પણ હું બાઈમાણસ ઉપર છરી નહિ ચલાવું.” “પણ બાઈમાણસ ઉપર તે હુંય છરી ન ચલાવું – તારી વાત તે પછી. અલાસ્કો અને એના ઝેરની ખરે વખતે ખોટ પડી; અને પેલા કૂતરા લેમ્બોર્નની પણ.” “પણ લૅમ્બોર્ન હજુ કેમ આવતું નથી? ક્યાં રોકાઈ રહ્યો છે?” કયાં રોકાયો છે, એ તે એક દિવસ તું નજરે જોવા પામશે. પણ આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ – પેલી તારી ઝૂકી પડતી ગેલરી છે, તેની નીચે ટેકા ન હોય તો પણ તે થોડો વખત સ્થિર રહે ખરી કે નહિ?” “બરાબર સ્થિર રહે વળી; માત્ર ઉપર થઈને ઊંદર પણ દોડવા જાય તે ઝૂકી જાય.” તે પછી, એ બાનુ નાસી છૂટવાને પ્રયત્ન કરવા જતાં મરી જાય, તે તું કે હું શું કરવાના હતા? બસ, હવે આપણે બીજું કંઈ જ કરવું નહિ પડે ભલા ટૉની, હવે આપણે નિરાંતે ઊંધી જઈએ; કાલે સવારે આગળ વાત.” બીજે દિવસે સાંજ પડવા આવી ત્યારે વાર્નેએ ફેસ્ટરને પોતાની પાસે બોલાવ્યો, ઘરનાં નોકરોને કોઈ ને કોઈ બહાને ઘર બહાર ગામ તરફ મોકલી દીધાં હોવાથી ફેસ્ટર પોતે જ કાઉન્ટસના કમરામાં કંઈ જોઈતું કરતું હોય એ પૂછવા ગયો. પેલી પતિ આવે એની રાહ જોઈ શાંત બેસી રહી હતી. ફેસ્ટરે પોતાના અંતરાત્માની શાંતિ ખાતર – પાપ ન લાગે તે માટે – તેને ચેતવી દીધી કે, “તમારા પતિ ન આવે, ત્યાં સુધી તમારા કમરાની બહાર ન નીકળતાં. જોકે, ભગવાન કરશે તો હવે થોડા જ વખતમાં તે આવી જ પહોંચવા જોઈએ.” ફોસ્ટરે પાછા ફરતી વખતે બહારથી બારણાને સાંકળ ન ચડાવી. પછી જરા નીચે આવી વાર્નેના દેખતાં જ તેણે ગૅલરી નીચેના ટેકા જાળવીને

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346