________________
પ્રીત કિયે દુખ હયા”
પણ તેમને બહુ ઘાટ ઘડવા ન પડયા; કારણકે તે જ ઘડીએ ટ્રેસિલિયન અને રેલેએ તેમને ઘેરી લીધા. તેઓએ ગામમાંથી જ ફેસ્ટરના કરને પકડયો હતો, અને તેની સાથે સાથે તેઓ કમ્ફર-પ્લેસ આવ્યા હતા.
ફેસ્ટર એકલે છટકી ગયો; અને આ મકાનની બધી ગલી કૂંચીઓ જાણતો હોવાથી તે પછી હાથમાં ન આવ્યો. વાને ત્યાં જ પકડાઈ ગયો. પિતે જરાય દિલગીરી બતાવવાને બદલે તેણે પોતે જે કંઈ કર્યું હતું તેને ઘમંડપૂર્વક વર્ણવી બતાવ્યું અને કાઉન્ટર કયાં પડી હતી તે સ્થળ બતાવ્યું.
કાઉન્ટેસનું શરીર હજુ ગરમ હતું. એક વખતની કેવી સુંદર તથા પ્રિય એવી એમીની આવી વલે થયેલી જોતાં ટ્રેસિલિયન હૃદયાફાટ કલ્પાંત કરવા લાગ્યો. રેલે બળજબરીથી તેને ત્યાંથી ઉપર ખેંચી લાવ્યો અને પછી ત્યાં જે કંઈ કરવાનું રહેતું હતું તે અંગેની સૂચનાઓ આપવા લાગ્યો.
હવે આગળ કશું કહેવા જેવું ભાગ્યે રહેતું હોય. છતાં કથાનાં બીજાં પાત્રોની વાત તે સમેટવી જ રહી.
- વાર્નેએ અલાસ્કો પાસેથી આવે કઈ વખતે કામ આવે તે માટે માગી રાખેલું અને પોતાની સાથે રાખેલું ઝેર રાત દરમ્યાન ખાઈને આપઘાત કરી લીધો.
ફેસ્ટરને કેટલાય દિવસ સુધી – મહિનાઓ સુધી અને વર્ષો સુધી કશો પત્તો ન લાગ્યો.
જેનેટ તેના બાપની મિલકતની કુલ વારસદાર બની; તેણે તે મિલકત અને પોતાને હાથ વેૉન્ડને સમર્પી. વેલેન્ડ હવે ઇલિઝાબેથના ઘર-કારભારના કામે સારી જગાએ લેવાયો હતો.
તે બંને ગુજરી ગયે ઘણાંય વરસ વીતી ગયાં અને તેમને મોટો પુત્ર વારસદાર બન્યો, ત્યારે અચાનક લેડી ડલી છેવટના જે કમરામાં સૂતાં હતાં તે કમરામાં આવેલી પથારી પાછળ આવેલું એક ગુપ્ત દ્વારા તેની જાણમાં આવ્યું. તેમાં થઈને નીચે ઊતરતાં એક સાંકડા કમરામાં આવેલી એક તિજોરી ઉપર એક હાડપિંજર ખવાઈ ગયેલી હાલતમાં પડેલું મળી આવ્યું. એથની ફેસ્ટરની શી વલે થઈ હતી તેને ભેદ આમ આટલે વરસે ઊકલ્યો. તે પિતાની તિજોરી રાખવાની ગુપ્ત જગાએ આવીને ભરાઈ ગયો હતો – પણ એના સ્પીંગ-નાળાની ચાવી તેની પાસે ન હતી. એટલે બહારથી શોધનારાથી