Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 344
________________ ૩૨૭, અંતઃ સૌને કે વાતને તે છટકી શક્યો, પણ અંદર આવેલા મોતથી તેનાથી છટકી શકાય તેમ રહ્યું ન હતું. – કાઉન્ટસના કરુણ અને ભયંકર મૃત્યુના સમાચાર મળતાં કેનિલવર્ણના ઉત્સવ-સમારંભ તરત જ બંધ કરી દેવામાં આવ્યા. લિસેસ્ટર રાજદરબારમાંથી નિવૃત્ત થઈ ગયો અને કેવળ શોકમાં ગરકાવ થઈ રહ્યો. પણ વાર્નેએ છેવટના આપેલા બયાનમાં તેણે પોતાના માલિકને બચાવી લીધો હતો – તેને કશી વાતના છાંટા ઊડે એવું થવા દીધું ન હતું. એટલે સૌ કોઈ તેના ઉપર ગુસ્સે થવાને બદલે કરુણા જ દાખવતું. છેવટે રાણીએ તેને ફરીથી રાજદરબારમાં બોલાવ્યો અને તે ફરી તેના માનીતા રાજકારણી તરીકે આગળ આવ્યો. પછીની તેની કારકિર્દી તે ઇતિહાસને પાને નોંધાયેલી વસ્તુ છે. સર શૂ રોબ્સર્ટ પોતાની પુત્રીના મૃત્યુ બાદ બહુ થોડા જ વખતમાં ફેસિલિયનને પિતાને વારસદાર બનાવીને ગુજરી ગયા. પણ ટ્રેસિલિયનના અંતરને શોક દૂર થયો જ નહિ– તે જયાં જતો ત્યાં એમીનું ઢગલો થઈ પડેલું શબ જ તેને દેખાયા કરતું. છેવટે બધી મિલકત સર શૂ રોબ્સર્ટના સેવકો અને આશ્રિતોને વહેંચી દઈ, તે તેના મિત્ર રૅલેની સાથે વજિનિયા તરફની મુસાફરીએ ઊપડી ગયા. અને ત્યાં પરદેશમાં ઉમરે જુવાન પણ શોકે ઘરડો થઈ જઈને ગુજરી ગયો. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346