Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 342
________________ અંતઃ સૌના કે વાતને ૩૨૫ ખસેડી લીધા. ગૅલરી જેમ હતી તેમ બંને છેડે સહેજ ચાટી રહી. પછી તે નીચે ઊતરી ગયા અને શું થાય છે તેની રાહ જોવા લાગ્યા. પણ કાઉન્ટેસ બહાર નીકળી જ નહિ. વાર્ને ફોસ્ટરને પૂછવા લાગ્યો, “તેં બારણું બહારથી વાસ્તું નથી એટલું તો અવાજ ઉપરથી તેણે જાણ્યું હશે; છતાં તે નાસી છૂટવા બહાર કેમ નથી નીકળતી ?” “કદાચ પેાતાના પતિ આવે ત્યાં સુધી રાહ જોવાનું તેણે નક્કી કર્યું હશે. ” ફોસ્ટરે જવાબ આપ્યો. “સાચી વાત છે — હું જ મૂરખ અત્યાર લગી નકામા અહીં બેસી રહ્યો.” એટલું કહી, ફાસ્ટરને ત્યાં જ થોડો વખત રાહ જોવાનું જણાવી, તે બહાર ચાલ્યા ગયા. ઘેાડી જ વારમાં બહાર આંગણામાં ઘેાડાના દાબડાના અવાજ સંભળાયા, અને અર્લ સામાન્ય રીતે આવીને વગાડતા એવી સીટી પણ સંભળાઈ. – તરત જ કાઉન્ટેસ કમરામાંથી બહાર નીકળી અને તે જ ક્ષણે ગૅલરી નીચી નમી ગઈ. તરત જ ઉપરથી કશું પડતું હોય એવા અવાજ સંભળાયા – એક આછી ચીસ – અને બધું ખતમ. "" તે જ ક્ષણે વાર્નેએ બહારની બારીએ આવીને પૂછ્યું, • કેમ, બધુ પતી ગયું ને? નીચે ભાંયરાની ફરસ ઉપર નજર તેા નાખી જો – હજુ જીવે છે કે પતી ગઈ?” “નીચે તા ધોળાં કપડાંના ઢગલા જ દેખાય છે— પણ અરે ભગવાન ! તેના હાથ હાલ્યા કંઈ.” “ તા જલદી જલદી કશું ભારે તેના ઉપર ગબડાવ - તારી તિજોરી જ ગબડાવ; એ બહુ ભારે છે.” “ના, ના, કશાની જરૂર નથી; હવે જરાય હાલતી લાગતી નથી.” વાર્ને હવે ફાસ્ટર પાસે અંદર આવ્યા અને બાલ્યા, “મેં અર્લની સીટી કેવું આબાદ અનુકરણ કર્યું, વારુ? મને જ નવાઈ લાગી કે આવી સરસ સીટી શી રીતે મારાથી વાગી !” હવે કાઉન્ટસ અચાનક પડીને મરી ગયાના સમાચાર ઘરમાંના નાકરાને શી રીતે જાહેર કરવા એના ઘાટ બંને ઘડવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346