________________
અંતઃ સૌને કે વાતને
૩ર૩ અંદાજ તે લગાવવા લાગ્યો. જોકે નીચે અંધારું હતું એટલે તેનાથી કશું બરાબર દેખાયું નહિ. પણ ફેસ્ટરે તેને કાનમાં ધીમેથી કહી દીધું, નીચે તે ગઢને નીચામાં નીચે ફરસબંદીવાળા ભૈયરાને ચોક જ છે – જ્યાં આટલે ઊંચેથી પડતાં માણસના ફેંફેંદા ઊડી જાય.
ત્યાર પછી ફેસ્ટર અને વાને બંને રહેણાકવાળા ભાગ તરફ ચાલ્યા આવ્યા. ત્યાં આવી વાર્નેએ ફેસ્ટરને વાળનું તથા સારામાં સારો દારૂ લાવવાનું કહ્યું, અને પોતે અલાસ્કોને મળવા ચાલ્યો ગયો; કારણકે, હવે તેની યોજનામાં અલાસ્કનો જ ખપ પડવાને હતે.
પણ થોડી વારમાં તે વીલે મોંએ પાછો આવ્યો અને ફેસ્ટરને કહેવા લાગ્યો, “એ તો ગયો!”
હું? ભાગી ગયો? મારા ચાલીસ પાઉડ લઈને? તેણે હારગણા કરી આપવા મારી પાસેથી તે લીધા હતા. હું હમણાં સરકારી થાણામાં જઈને ફરિયાદ નોંધાવું છું.”
હવે તે હું સંતાનના થાણામાં જઈને તેના ઉપર ફરિયાદ મંડાવે ત્યારે! કારણકે તે તો ત્યાં પહોંચી ગયો છે.”
“હું? શું મરી ગયો?”
“સાચેસાચ મરી જ ગયો છે, વળી. તે કશાંક ભયંકર દ્રાવણ ઉકાળ હશે; પણ તે વખતે મેં ઉપર પહેરવાનું કાચનું મહોરું ગમે તે કારણે નીકળી ગયું લાગે છે, અને પેલાં દ્રાવણની ઝેરી વરાળ તેના મગજમાં પેસી ગઈ છે.”
પણ તેના મનમાં સોનાનાં ગચિયાં બનેલાં તમે જોયાં કે નહિ? આ તેને છેલ્લો પ્રયોગ હતા, અને તેને સોનું બનવાની પૂરી ખાતરી હતી.”
“હું તે તેનું ફૂલેલું મડદું જોઈને જ બહારથી ભાગી આવ્યો; મને જલદી દારૂ ભરી આપ; મારું તો દિલ બેસી જવા લાગ્યું છે.”
“હું જાતે જઈને જોઈ આવીશ; તમે સાથે આવો છો કે નહિ?”
ના રે ના; અંદરની ઝેરી ધૂણી જેટલી મારા પેટમાં ગઈ છે તેટલાથી જ હું અધમૂઓ થઈ ગયો છું; જોકે મેં કાચની બારી ભાગી નાખીને હવા ચોખી થવાને રસ્તે કરી દીધો છે. પણ હવે અલાસ્કો ગયો, એટલે એનું કામ આપણે કરી લેવું પડશે, જેની પેરવી જ પહેલી વિચારીએ.”