________________
રઃ
“પ્રીત કિયે દુઃખ હેય” વાહ, “ભલા” ફેસ્ટર! પણ કાલે લૉર્ડને જયારે મારે વિષે બધી ફરિયાદ કરશો ત્યારે હું કેવો “ભલો’ બની રહ્યો હોઈશ, એ કોણ જાણે? – જોકે મેં જે કંઈ કર્યું છે તે લૉર્ડના હુકમનું પાલન કરવા માટે જ કર્યું છે.” ફોસ્ટરે જવાબ આપ્યો.
“પણ તમે જ મારા સંરક્ષક બની રહેજો. જેનેટ અહીં હોત તે કેવું સારું?”
“તેનું તે નામ જ ભૂલી જાઓ; પણ તમે અત્યારે કંઈ ખાશો-પીળો ખરાં?”
“ના, ના; મારે સૂઈ જ જવું છે; મારે માટે જે કોઈ કમરો નક્કી કર્યો હોય ત્યાં મને ઝટ લઈ જાઓ.”
ફોસ્ટર હાથમાં દીવો લઈને એમીને મકાનના એવા ભાગ તરફ લઈ ગયો જ્યાં એમી પહેલાં કદી ગઈ ન હતી. ઊંચો દાદર ચડવાને આવ્યો. એ દાદરને છેડે લાકડાની સાંકડી ગૈલરી જેવું હતું. તેને સામે છેડે ઓકનું મજબૂત બારણું હતું. ગૅલરી ઉપર થઈને તે બારણામાં પેસતાં જ ફેસ્ટરના કમરામાં જવાનું હતું.
ઍમીએ અંદર પેસી ફેસ્ટરના હાથમાંથી દીવો લઈ લીધો અને બારણું બંધ કરી આગળા ચડાવી દીધા. એ બારણાને અંદરથી બંધ કરવા આગળા-સાંકળ વગેરે ઘણી સગવડ હતી.
વાને પાછળ પાછળ દાદર આગળ જ સંતાઈને ઊભો હતો. પણ બારણું બંધ થવાને અવાજ આવતાં ધીમેથી ઉપર આવ્યો. ફેસ્ટરે આંખ મિચકારીને વાર્નેને ભીંતમાં છુપાવેલી કળ બતાવી. તે ફેરવતાં પેલી ગૅલરીને અમુક ભાગ વચ્ચેથી ઝપ દઈને ભીંત તરફનો મિજાગરાં ઉપર ઢળી ગયો. એટલે દાદર ઉપર થઈને એ કમરામાં પેસવાનો રસ્તો કપાઈ ગયો. આ કળ જે દોરડા વડે ખેંચાતી હતી, તે દોરડું પહેલાં તે ફોસ્ટરના કમરામાં જ રહેતું, જેના વડે ફોસ્ટર રાતે અંદર પેસી આ ગેલરી ઢાળી દેતો. એટલે પછી બહારથી કોઈ એના કમરામાં પેસી ન શકે. પણ હવે તે કાઉન્ટસ અંદરથી બહાર નાસી ન જાય તેવી જ પેરવી કરવાની હોવાથી તેણે એ દોરડું બહાર લાવી દાદર આગળ જ બાંધી રાખ્યું હતું.
વાને નવાઈ પામી એ આખી રચના તરફ જોઈ રહ્યો. એ ગૅલરી ખસી જતાં નીચે ભૂસકો મારીને પણ જીવતા નાસી છુટાય કે નહિ તે જ