Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 311
________________ “પ્રીત કિયે દુખ હોય' તેણે તરત લેખનસામગ્રી હાથમાં લીધી અને ઉતાવળે નીચેની લીંટીઓ ઘસડી કાઢી – “સર રિચાર્ડ વાને, અમે તમને સોંપેલું કામ હાલ તુરત મુલતવી રાખવાનું નક્કી કર્યું છે, અને તમને તાકીદનો હુકમ કરીએ છીએ કે તમારે અમારી કાઉન્ટસની બાબતમાં આગળ કશું પગલું ભરવું નહિ. તેથી તમે એમને સહીસલામત સંપીને તરત કેનિકવર્થ પાછા ફરો. પણ તમારે એ અંગે થોડું વધુ રોકાવાની જરૂર પડે તેવું હોય તો અમારી મહોર-મુદ્રાની વીંટી તે ઉતાવળે કોઈ વિશ્વાસુ માણસ સાથે પાછી મોકલાવી દો; કારણકે, અમારે અત્યારે તેની જરૂર છે. પત્રમાં જણાવેલી બાબતેનું તાકીદે પાલન કરવાના હુકમ સાથે, તમારો વિશ્વાસુ મિત્ર અને માલિક, “ૉ૦ લિસેસ્ટર. “કેનિલવ કેંસલ, ૧૦મી જુલાઈ, ૧૫૭૫.” લિસેસ્ટર કાગળ પૂરો કરી બીડી રહેવા આવ્યો એટલામાં જ લૅમ્બૉર્ન ઉતાવળે પેલા હજૂરિયા સાથે ત્યાં આવી પહોંચ્યો. તું કયા કામ ઉપર છે?” અલેં પૂછ્યું. “આપ નામદારના ખાસદારને ખાસદાર છું.” “તું તારા માલિકને કેટલી વારમાં પકડી પાડી શકીશ?” “એક કલાકમાં, લૉર્ડ, જો માણસ અને ઘોડો બંને બરાબર કામગીરી બજાવે છે.” મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું નોકરી બજાવવાની બાબતમાં બહુ પાવરધો છે; પણ જરા લબાડ અને વધારે પડતો વ્યસની છે, જેથી ખાસ અગત્યના કામ તને ઍપતાં વિચાર થાય.” લૉર્ડ, હું સજર પણ બન્યો છું, ખલાસી પણ બન્યો છું; મુસાફર પણ બન્યો છું અને માથું અને કાયદો વેગળાં મૂકીને ચાલનારો સાહસખોર પણ. આ બધા ધંધા એવા છે, જેમાં માણસ “આજનો લહાવો” લઈ લે છે, કારણકે “કાલ કોણે દીઠી છે?' પરંતુ મારો પોતાનો ફુરસદને સમય હું ગમે તેમ વાપરે, પણ મેં મારા માલિકની નોકરી બજાવવામાં કદી બેદરકારી દાખવી નથી.”

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346