Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 329
________________ ૧૨ પ્રીત કિયે દુઃખ હોય' કન્નર-પ્લેસ તરફ દોડી જવાની પરવાનગી.” નવવધૂને ધામધૂમથી લઈ આવવા માટે ને? – એ તો બરાબર છે – કારણકે, ત્યાં એની બરાબર સંભાળ રખાતી નથી એવું અમે સાંભળ્યું છે. પણ લૉર્ડ, તમારે જાતે જવાની જરૂર નથી. અમે કેનિલવઈ ગઢમાં અમુક દિવસ ગાળવાનું જાહેર કરેલું છે; એટલે ગઢના માલિક અમને એકલાને અહીં મૂકીને જાય એ ઠીક ન કહેવાય – અમારાં પ્રજાજનેમાં એથી અમારી હાંસી જ થાય. ટ્રેસિલિયન તમારે બદલે કષ્નર-લેસ જશે; સાથે અમારી ચેમ્બરના કોઈ બીજો માણસ જશે, જેથી તમને તમારા જૂના હરીફની ફરીથી ઈર્ષા ન થાય. તે બોલ ટ્રેસિલિયન, તારી સાથે કનર-પ્લેસ કોણ આવે?” ટ્રેસિલિયને વિવેક-વિચાર વાપરીને રૅલેનું નામ સૂચવ્યું. બરાબર છે; તે સારી પસંદગી કરી; એ જુવાન નાઈટ છે, અને કોઈ લેડીને કેદખાનામાંથી છોડાવી વાવવી, એ તેને માટે ઉચિત પ્રથમ પરાક્રમ કહેવાય. કારણકે, સૌ જાણી રાખો કે, કમ્બર-પ્લેસને કેદખાના સિવાય ભાગ્યે વિશેષ સારું નામ આપી શકાય. ઉપરાંત, ત્યાં કેટલાક બીજા કેટલાક ધોખાબાજો પણ છે, જેમને અમારે કેદ પકડવા જોઈશે. માટે માસ્ટર સેક્રેટરી, તમે રિચાર્ડ વાને અને પરદેશી અલાસ્કોની જીવતા કે મૂએલા ધરપકડ કરવાનાં વૉરંટ પણ કાઢી આપે. અને ટ્રેસિલિયન, તમે બંને તે માટે પૂરતાં માણસો સાથે લઈ જજો – એ લેડીને તે બરાબર સંમાનપૂર્વક જ અહીં લઈ આવજો – જાઓ, ઉતાવળ કરો – ભગવાન તમારી મદદમાં રહો !” રાણી હવે અ ઑફ લિએસ્ટરને વીંધ્યા કરવા અને છોભીલો પાડવા જ કેનિલવર્થમાં વધુ રોકાઈ હતી. અને રાજકાજમાં જેમ તે નિપુણતા અને ડહાપણ દાખવતી, તેમ જ છંછેડાયેલી સ્ત્રીની મહેણાં-ટોણાંથી વીંધીને પુરુષને ધૂળભેગો કરી નાખવાની આવડત પણ તેણે સારી રીતે દાખવવા માંડી. બીજા દરબારીઓએ પણ એ પલીતો પકડી લીધો અને છેવટે લિએસ્ટર પિતાના જ ગઢમાં બધાથી હડધૂત થયેલા જેવો, તજાયેલા જેવો અટૂલો બની રહ્યો - ગઈ કાલના મિત્રો અજાણ્યા જેવા બની ગયા અને ગઈ કાલ સુધી દબાયેલા રહેલા દુશ્મનો વિજય મેળવ્યાના તોર સાથે સામે મોંએ છાતી કાઢીને ફરવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346