________________
છેલી મજલ!
૩૧૧ એટલે તેમણે અમને તેમની “ઉપ-પત્ની*નું બિરુદ બક્ષવા ધાર્યું હતું. પણ મેં રાજદરબારમાં તેમને માનીતા ગણ્યા, એટલા માટે મારા હાથ અને મારા તાજ ઉપર માલકીપણું દાખવવાનું એમને મન થઈ જાય, એ જેવી તેવી ધૃષ્ટતા છે?– પણ તમે સૌ તે માટે વિશે એવું હીણપતભર્યું નથી જ ધારતા, એની મને ખાતરી છે. પણ, ચાલો આપણે સૌ બહાર દીવાનખાનામાં જઈએ – લૉર્ડ ઑફ લિએસ્ટર, તમે ત્યાં મારી પાસે જ હાજર રહેજો.”
બહાર બધા ઉત્સુક અને અધીર થઈ ગયા હતા. પણ જ્યારે રાણીએ બહાર આવીને જાહેરાત કરી કે, “કેનિલવર્ગને ઉત્સવ-સમારંભ હજુ પૂરો નથી થત; આપણે સૌએ આ ગઢના ખાનદાન માલિકનું લગ્ન વિધિપૂર્વક ઊજવવાનું છે!”
બધા એ સમાચાર સાંભળી આભા થઈ ગયા. “હા, સાચી વાત છે,” રાણીએ આગળ ચલાવ્યું; “એમણે પોતાનું લગ્ન અમારાથી ગુપ્ત રાખ્યું હતું – એટલા માટે કે, આ સ્થળે, આ સમયે એ વાત જાહેર કરીને અમને આશ્ચર્યચકિત – હર્ષઘેલાં જ કહોને – કરી મૂકવાનો તેમનો ઇરાદો હતો. તમને સૌને એ ભાગ્યશાળી નવવધૂ કોણ છે તે જાણવાની ઇંતેજારી થતી હશે – તો એનું નામ છે એમી રોન્સર્ટ, પેલી જે ગઈ કાલના ખેલમાં એમના નોકર વાર્નેની પત્ની તરીકે ખેલ ભજવી ગઈ હતી તે!” - અલ શરદ થઈ રાણી સમક્ષ જઈને કરગરી પડ્યો, “ભગવાનને ખાતર, મેડમ, આપે ગુસ્સામાં આવી જઈ જેમ હુકમ આપ્યો હતો તેમ મારું માથું લઈ લો; પણ બળેલાને વધુ ને બાળશો; છુંદાઈ ગયેલા કીડાને વધુ ન છૂંદશો.”
હં! કીડે, છુંદાઈ ગયેલો કીડ! સાપ કહો, તો બરાબર ઉપમા બેસશે – ઠરી ગયેલો સાપ, જે કોઈની છાતીની હૂંફ મેળવી – ”
નામદાર, આપને પિતાને ખાતર, – મારે ખાતર, જ્યાં સુધી હજુ મારામાં સાનભાન રહ્યાં છે ત્યાં સુધી –”
“મોટેથી બોલે, લૉર્ડ; તમે શું માગો છો?”
ક મૂળ “લેફટ-ફંડ મૅરેજ ” (ડાબા હાથનું લગ્ન). અંગ્રેજીમાં તેને એવો અર્થ થાય કે, હલકી કક્ષાની સ્ત્રી સાથે પુરુષે કરેલું લગ્ન. તે પત્નીને કે તેનાં બાળકોને પતિની મિલકત ઉપર કશે વારસાહક હોતું નથી. જોકે એ લગ્નનાં સંતાન કાયદેસર ગણાય ખરાં. – સંપા