Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 326
________________ ૩૦૯ છેલી મજલ! “પણ તારા જેવા ભલા અને ડાહ્યા સેવકને હું છેતરવા પ્રયત્ન નહિ કરું, બર્લે !” બ તરત જ નીચે નમે અને રાણીને હાથ લઈ તેણે તેના ઉપર ભાવપૂર્વક ચુંબન કર્યું; અને ખરે જ, તે વખતે રાણીની વેદના જોઈ તેની આંખમાંથી પણ આંસુ નીતરીને રાણીના હાથ ઉપર પડ્યું. રાણીજીને એ આંસુમાં પોતાનાં વફાદાર અને ભાવ-ભક્તિભર્યા પ્રજાજનોનો આદરભાવ મૂર્તિમંત થયેલો લાગ્યો; અને તરત જ તેણે પોતાની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. પછી તેણે ગંભીરભાવે કમરામાં આંટા મારવા માંડ્યા. બર્લે એ વૉસિધામના કાનમાં કહી દીધું, “રાણીજી હવે પાછાં સ્વસ્થ થઈ ગયાં છે; હવે તે જે કંઈ કરે તેમાં આડે ન આવત.” - રાણી થોડી વારે યુઝબરી તરફ ગઈ અને શાંતિથી બોલી, “લૉર્ડ યૂઝબરી, અમે તમારા કેદીના પહેરામાંથી તમને મુક્ત કરીએ છીએ. અને લૉર્ડ લિસેસ્ટર, તમે પણ ઊભા થાઓ અને તમારી તરવાર પાછી પહેરી લો – અમારા માર્શલના નિયંત્રણમાં પાએક કલાક તમે જે બંદીવાસ ભોગવ્યો, તે મહિનાઓ સુધી અમારા ઉપર આચરેલા જુઠ્ઠાણા માટે વધારે પડતું પ્રાયશ્ચિત્ત નહિ ગણાય. હવે અમે આ ખટલો આગળ ચલાવીશું.” – એમ કહી તે પોતાના રાજયાસન ઉપર બેસી ગયાં અને બોલ્યાં, “ટ્રેસિલિયન, હવે આગળ આવ, અને તું જાણતા હોય તે બધું કહેવા માંડ.” ટ્રેસિલિયને બધી વાત ખેલદિલીથી કહી સંભળાવી – અર્થાત્ લિસેસ્ટરને નુકસાન થાય તેવું જે હોય તેને બની શકે તેટલું દબાવી રાખ્યું, અને પોતાને તેની સાથે બે વખત વંદ્વયુદ્ધ લડવું પડયું હતું તે વાત કરી જ નહિ. અને તે તેણે ઠીક જ કર્યું; કારણકે, રાણીને જો એ બહાનું મળી ગયું હોત, તો એના ઓઠા નીચે તેણે લિસેસ્ટર ઉપર પોતાને બધો ગુસ્સો ઠાલવ્યો હોત. ટ્રેસિલિયને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું એટલે રાણીજી બોલી ઊઠ્યાં, એ વેલૅન્ડને અમે અમારી પોતાની નોકરીમાં લઈ લઈશું અને પેલા છોકરાને અમારા સચિવ-કાર્યાલયમાં એટલા માટે લઈ લઈશું, જેથી ભવિષ્યમાં તે કાગળો પ્રત્યે જરા વધુ વિવેકબુદ્ધિ દાખવતાં શીખે. તારી પોતાની વાત વિચારીએ, ટ્રેસિલિયન, તે તે બધી સાચી હકીકત પહેલેથી અમને ન જણાવી,

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346