Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૮ પ્રીત કિયે દુઃખ હેય છે! તારી બદમાશીથી તેં મને મારી આખી રૈયત સમક્ષ કેવી હાસ્યાસ્પદ બનાવી મૂકી છે – મારી આંખોના આવા અંધાપા બદલ મારે મારી આંખો જ ખેંચી કાઢવી જોઈએ!” બ હવે વચ્ચે પડયો – “મૅડમ, આપે યાદ રાખવું જોઈએ કે, આપ રાણી છો – ઇંગ્લેન્ડનાં રાણીમાતા - આવી રીતે ગુસ્સામાં ભાન ભૂલાં થવું આપને ન છાજે.” ઇલિઝાબેથ હવે તેના તરફ વળી; તે વખતે તેની અભિમાનભરી અને ગુસ્સાભરી આંખોમાં આંસુ ચમકવા લાગ્યાં હતાં. “બર્લે,” તેણે કહ્યું; “તું રાજકારણી માણસ છે; આ માણસે મારા ઉપર કેટલો તિરસ્કાર – કેટલો હૈયાબળાપો – લાવી મૂક્યાં છે, તે તું નહિ સમજી શકે!” બર્લે હવે જોઈતી ક્ષણ આવેલી જાણી, રાણીને એક બાજુએ બારી આગળ લઈ ગયો. ત્યાં જઈ તેણે કહ્યું, “મૅડમ, હું રાજકારણી છું, પણ માણસેય છું. હું આપની સેવામાં જ ઘરડો થયો છું, એટલે આપની કીર્તિ અને આપનું સુખ વધે એ જ મારી એકમાત્ર ઇચ્છા અને અભિલાષા છે. આપ જરા સાંસતાં થાઓ, એવી મારી વિનંતી છે.” પણ બર્લે, તું કશું જાણતો નથી – સમજતો નથી,” અને હવે તો રાણીની આંખમાંથી આંસુએ તેના ગાલ ઉપર થઈને વહેવા લાગ્યાં. હું જાણું છું, નામદાર; પણ હજુ જે વસ્તુ બીજાઓ નથી જાણતા તેમને કલ્પના કરવાનું કારણ કૃપા કરીને ન આપશો!” અચાનક એ નવી વિચારસરણી રાણીના મગજમાં ઊંડે ઊતરી ગઈ. તેણે ધીમેથી કહ્યું, “બર્લે, તું સાચું કહે છે – ખરી વાત છે – મારે છેતરાયાને, ઠગાયાને, અવજ્ઞા કરાયાને દેખાવ બહાર ન થવા દેવો જોઈએ.” “આપ જો સહેજ સાંસતાં થશો. નામદાર, તે કોઈ અંગ્રેજ બચ્ચે માનવની સામાન્ય નબળાઈને આપ વશ થયાં હતાં એવું માની લેવાનો અપરાધ નહિ કરે, પણ આમ હતાશ થયાને દેખાવ ધારણ કરશો, તે એને પરાણે પણ એમ માની લેવું પડશે.” કઈ નબળાઈ વળી?” રાણી તુમાખીભર્યા અવાજે બોલી ઊઠી; “તું પણ શું એમ માને છે કે, હું આ દગાબાજ ઉપર જે કંઈ કૃપાદૃષ્ટિ રાખી રહી હતી તે પ્રેમની –” પણ આટલે સુધી આવ્યા બાદ તે પોતાની તુમાખી કાયમ રાખી શકી નહિ; તે તરત ઢીલી પડી ગઈ અને બોલી,

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346