Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૦ પ્રીત કિયે દુખ હૈય” તથા અમને ન જણાવવાનું વચન આપી દીધું એમાં તે ડહાપણ કે કર્તવ્યભાવના દાખવ્યાં ન કહેવાય. પણ એક વાર તેં એ બાનને વચન આપ્યું એટલે પછી તેને પાળવું એ જ મરદ માણસને તથા સગૃહસ્થને છાજે. એટલે સરવાળે જોતાં અમે તે આ બાબતમાં દાખવેલા વર્તાવ બદલ તારી કદર કરીએ છીએ. – તો લૉર્ડ ઑફ લિસેસ્ટર, હવે તમારો વારો બધું સાચેસાચ કહી દેવાને આવે છે – જોકે સાચું બોલવાનું ને સાચું વર્તવાનું છેવટના તમે ભૂલી જ ગયા , એમ લાગે છે !” પછી તેણે પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછીને અલ પાસેથી આખો ઇતિહાસ કઢાવ્યો – ઍમી રોન્સર્ટ સાથે પહેલવહેલો પરિચય કેવી રીતે થયો – તેની સાથે લગ્ન – તેના પ્રત્યે અદેખાઈ – તેનાં શાં કારણ હતાં, વગેરે બધું. લિસેસ્ટરે બધું સાચું જ કહ્યું હતું, માત્ર વાર્નેએ કાઉન્ટસને જાન લેવાની કરેલી પેરવીને પિતે મંજૂરી આપી છે, એ વાત ન કરી. કારણકે, તેને ખાતરી હતી કે, લેમ્બોર્નને પાછળ બીજો હુકમ આપી દોડાવ્યા છે, એટલે એ બધું પડતું મૂકવામાં જ આવ્યું હશે. ઉપરાંત, અત્યારે રાણીજી પાસેથી છૂટીને તરત જ કમ્નર-પ્લેસ તરફ જાતે દોડી જવાનો છે તેનો વિચાર હતો. પણ અર્લે એ છેવટની બાબતમાં ખોટાં લેખાં માંડયાં હતાં. રાણી તેને આ બધું પૂછી પૂછીને તેને વીંધવાને – સાર્યા કરવાનો આનંદ લઈને, પોતાને પ્રેમમાં નિષ્ફળતા બક્ષવાના અપરાધ બદલ તેના ઉપર વેર લીધા કરવા માંગતી હતી. છેવટે લિસેસ્ટરથી વધુ સહન ન થઈ શક્યું; અને તે છંછેડાઈને બોલી ઊઠ્યો – “મૅડમ, મને કહેવા દો કે, મારો ગુનો અક્ષમ્ય હોય તે પણ સામા પક્ષ તરફથી મને સહેજ પણ કારણ કે ઉત્તેજન મળ્યું નહોતું, એમ તો નથી જ. તથા સૌંદર્ય અને પ્રતાપ એ બે ભેગાં થઈ માનવપ્રાણીના નિર્બળ હૃદયને જો અભિભૂત કરી શકતાં હોય, તો હું એ બેને જ આખી વાત આપ નામદારથી છુપાવી રાખવાના કારણ તરીકે રજૂ કરવા માગું છું.” રાણી પણ હવે છંછેડાઈ ઊઠી અને તેણે બૂમ પાડીને સપાટો લગાવ્યો, “મહેરબાન, અહીં આવો ને આ સમાચાર સાંભળી લો – લૉર્ડ લિસેસ્ટરે છૂપી રીતે કરેલા લગ્ન મારો પતિ છીનવી લીધો છે અને ઇંગ્લૅન્ડ દેશને રાજા! નામદાર લૉર્ડની રસવૃત્તિ એકસાથે એક પત્નીથી સંતોષાય તેવી નથી,

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346