Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 320
________________ છછૂંદરવેડાનું પરિણામ તથા પોતાના પતિના જ સંરક્ષણમાં ઝટ પહોંચી જવાને તેના આગ્રહ, કેનિલવર્થ આવતાંવેંત તેણે, અર્લના કેટલાય સેવકો સાક્ષી પૂરશે તેમ, અર્લ ઑફ લિસેસ્ટરને મળવા – તેમને બાલાવી લાવવા કેટકેટલી વિનંતી અને આજીજી કરી હતી, તે બધું જ ઉતાવળે પણ મક્કમતાથી અને ક્રમવાર કહી બતાવ્યું. 6. • અરેરે! પણ એ બદમાશ વાર્નેના હાથમાં જ અત્યારે તેને પાછી મે આપી છે!” લિસેસ્ટરે આકળા થઈ ખેલી ઊઠયો. 66 “ પણ કંઈ બીજા ઘાતક હુકમેા સાથે આપ્યા નથીને, મારા લૉર્ડ ? ” ટ્રેસિલિયને ઝટ પૂછ્યું. જરૂર, ગાંડપણમાં મેં વાર્નેને એવું કંઈક કહી દીધું હતું ખરું, પણ તરત પછી પાછળ એક સંદેશવાહક દાડાવ્યા છે, અને અત્યારે તે સહીસલામત – જીવતી હશે ! ભલા ભગવાન, મને વળી છેવટની ઘડીએ એટલી સબુદ્ધિ સૂઝી !” 66 ૩૦૩ “ તે જરૂર સહીસલામત હશે, પણ તે સહીસલામત છે તેની ખાતરી થવી જોઈએ. મારી આપની સાથેની તકરાર પૂરી થાય છે, મારા લૉર્ડ; પરંતુ અમીરોબ્સર્ટને ફસાવનાર – અને અત્યાર સુધી બદમાશ વાર્નેના અંચળા હેઠળ છુપાઈ રહેનાર સાથેની શરૂ થાય છે.’ "" 66 6 ‘ઍમીને ફસાવનાર’ કેમ કહે છે, ભાઈ?” લિસેસ્ટર વીજળીના કંડાકાને અવાજે બાલી ઊઠયો; “હું તેના ભરમાવાયેલા, આંધળા, નાલાયક પતિ છું! · તે સાચેસાચી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર છે, જેટલા હું પાતે અર્લ છું.” ટ્રેસિલિયન હવે બાલી ઊઠયો, “મારા લૉર્ડ, હું આપને ખાટું લગાડવા નથી માગતા, અને મારે આપની સાથે કશી તકરાર નથી કરવી. પણ સર હ્યૂ રોલ્સર્ટ પ્રત્યેની મારી ફરજ મને પ્રેરે છે કે, આ બાબત તરત રાણીજી સમક્ષ રજૂ થવી જોઈએ, જેથી કાઉન્ટસના હાદ્દો તેમની હજૂરમાં જ સ્વીકારાય – અત્યાર સુધી તેમને બદમાશ વાર્નેની પત્ની તરીકે જ રાણીજી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે; અને આપે ચૂપ રહીને કબૂલ રાખ્યાં છે.” “ તારે ભાઈ, વચ્ચે ડખલ કરવાની જરૂર નથી,” અર્લ જરા અભિમાન 66 પૂર્વક બાલી ઊઠયો; “હું જ મારે માંએ ઇલિઝાબેથને એ વાત કરીશ, અને પછી જીવન-મરણની પરવા છેાડી એકદમ કમ્નર-પ્લેસ તરફ ઊપડીશ.’ 25

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346