________________
એળે નહિ જાય!
ર૭ ટ્રેસિલિયન ચિંતામાં પડી ગયો. તેને એવો વિચાર આવ્યો કે, અત્યારે ઉતાવળ કરીને દખલ કરવા જતાં કદાચ ઍમીનાં સુખ અને ઈજજતને હાનિ જ પહોંચશે. ઉપરાંત અત્યારે એમી કેનિકવર્થમાં હોઈ, રાણીજના ઉતારાની નજીક તેના ઉપર બીજી કશી વધુ આફત કે સીતમ ગુજરવાનો સંભવ નથી. છતાં તેને ફસાવનાર વાને પ્રત્યે આવો અંધ પ્રેમ રાખનારી એમી પોતાની મુશ્કેલીએમાંથી નીકળી જવાની આશા શી રીતે રાખે છે, તે પણ તેને સમજાયું નહિ.
એટલે ટ્રેસિલિયને કંઈક ખિન્નતાપૂર્વક પોતાની નજર મી ઉપર સ્થિર કરીને કહ્યું, “બીજા જ્યારે તને બાલિશ તથા મનસ્વી માનતા, ત્યારે પણ હું તારામાં ઊંડી લાગણી અને સાચી સમજદારી રહેલી માનતો આવ્યો છું. હું એ ઊંડી સમજદારી ઉપર જ વિશ્વાસ રાખી, તારી બાબતમાં ૨૪ કલાક સુધી વાણીથી તેમજ વર્તનથી કશી દખલ ન કરવાનું વચન આપું છું. પણ તે સમય પૂરો થયે—”
હા, હા, તે સમય પૂરો થયા બાદ તમને ઠીક લાગે તેમ કરવા તમે છૂટા છો.”
તે હમણાં તારે માટે કંઈ બીજ કશું કરી શકે એવું કંઈ છે?”
શરમાતા શરમાતાં ઍમીએ જવાબ આપ્યો – “ચોવીસ કલાક સુધી તમારા આ કમરાને મને ઉપયોગ કરવા દો, તો તમારો આભાર !”
ટ્રસિલિયને તરત જ કહ્યું, “જે ગઢમાં તું એક કમરે પણ મેળવી શકે તેમ નથી, ત્યાં તું બીજા શાની આશા રાખે છે, વારુ?”
અત્યારે કશી જ દલીલ કરશો નહિ, ભલા એડમન્ડ! એ વખત આવશે જ્યારે એમી પુરવાર કરી આપશે કે, તમે તેના પ્રત્યે દર્શાવેલી ભલી લાગણી એળે નથી ગઈ!”