________________
રાણીજીના પ્રવેશ
૨૩૯
પાર્ટ ભજવવાના હતા. પણ પેાતાને બાલવાના પાઠ તે ગાખી શકયો ન હતા અને તેથી તે તે એકદમ પાણીની બહાર આવી, ગાળ દઈને બાલી ઊઠયો, “હું તેા ઍરિન કે ઑરિન કોઈ નથી – સીધાસાદા માઇક ૉમ્બૉર્ન છું; અને રાણીજીને કેનિલવર્થ ગઢમાં હાર્દિક આવકાર આપવા માટે સવારથી સાંજ સુધી રાણીજીની શુભેચ્છામાં મેં દારૂ પી-પી કર્યો છે.”
-
પણ તેની આ ધીટતા અને મૂર્ખાઈ તે વખતે એટલી બધી હાસ્યપ્રેરક નીવડી કે રાણીજી ખૂબ જ હસી પડયાં અને બાલ્યાં, “ આજે સાંભળેલાં સૌ આવકાર-વચનામાં તારું બાલવું જ મને સૌથી વધુ ગમ્યું છે. ”
..
રાણીજી ગઢમાં દાખલ થયાં તે વખતે ચાતરફ આકાશમાં દારૂખાનું ફૂટી નીકળ્યું. પ્રકાશના ધોધ, રંગબેરંગી દીવા, ભડાકા-ધડાકા એ બધાથી આકાશ જાણે સળગી જશે યા ફાટી પડશે કે શું એમ ઘડીભર તો સૌને થઈ આવ્યું. એ બધા વૈભવ, ભપકો, રંગરાગ વગેરે વર્ણવવાનું અત્રે સ્થાન નથી. એ પ્રસંગનાં વર્ણનાના અને માલસામાનની યાદીઓના મેાટા ગ્રંથા હજુ વિદ્યમાન છે.
રાણીજી મુખ્ય દીવાનખાનામાં પધાર્યાં, ત્યારે સિંહાસન ઉપર તેમને બેસાડયા પછી, લિસેસ્ટરે ઘૂંટણિયે પડી તેમને આદરપૂર્વક પ્રેમપૂર્વક નમન કર્યું, તથા પેાતાના જેવા એક અદના સેવકને ત્યાં પધારી તેને જે બહુમાન તેમણે બઢ્યું હતું તે બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યા.
રાણીએ પાતાના હાથ ચુંબન કરવા માટે આગળ ધર્યો, અને તે વખતે લિસેસ્ટરે એવી અદાથી એ હાથને ચુંબન કર્યું કે, રાણીએ એ પ્રસંગ જરૂર કરતાં પણ જરા વધારે લાંબાવા દીધા.
ત્યાર પછી લિસેસ્ટરે મુસાફરી દરમ્યાન પેાતે તથા પેાતાના જે બીજા ખાસ માણસા હાજર હતા, તેમને કપડાં બદલી આવવા જવા દેવાની પરવાનગી માગી, જે રાણીજીએ ઘણી ખુશીથી બક્ષી. દરમ્યાન રાણીજીની તહેનાતમાં વાર્ને, બ્લાઉન્ટ,, ટ્રેલિસિયન વગેરે બીજા દરબારીઓ રહેવાના હતા.
૧. ૬'તકથાના પ્રાચીન રાક્ષસી શિકારી. તેના મૃત્યુ પછી તેને ન્યાય નક્ષત્રનું સ્થાન મળેલુ છે. -સપા
૨. નિકાલનું પુસ્તક પ્રાગ્રેસ ઍન્ડ પબ્લિક પ્રાસેશન્સ ઑફ કિવન ઇલિઝાબેથ' વા૦ ૧; અને કેનિલવથ' ઇલસ્ટ્રેટેડ.’ = સપા॰