________________
કામત કેાધક
ર૭૦ નમ્ર વિનંતી સાંભળો : આ૫ જે પ્રભાવ અને સત્તા ધરાવો છો, તે બધો – બોલવા બદલ મને માફ કરજો – રાણીજીની કૃપાદૃષ્ટિને લીધે જ છે. બધા આપને તાજ વગરના રાજા જ ગણે છે – પણ એક વખત રાણીજીની કૃપાદૃષ્ટિ આપના ઉપરથી હટી જાય – ઊલટાં તે આપનાં દુશ્મન બની જાય, તો પછી આપ જોશે કે આખા દેશમાં તે શું, આપના આ પ્રાંતમાં જ આપ એકલા પડી જશે – અરે આ ગઢમાં આપના બધા સગા-વહાલા, ગરાસદારો અને આશ્રિતો સુધ્ધાં આપનાથી વિમુખ થઈને ઊભા રહેશે;અને રાણીજી એક શબ્દ બોલશે, તેની સાથે આપને કેદી બનાવી લેવામાં આવશે. આ રાજસિંહાસન બીજાં જેવું નથી કે જેને આધાર માત્ર સત્તાધારી ઉમરાવ જ હોય. આ રાજસિંહાસનનાં મૂળ લાખ પ્રજાજનોનાં અંતરનાં ભાવ-ભક્તિમાં પણ નંખાયેલાં છે. આપ ઇલિઝાબેથની સાથે રહીને એમાં હિસ્સો મેળવી શકો; પણ આપની કે દેશ-પરદેશની બીજી કોઈ સત્તા તે સિંહાસનને ડગાવી નહિ શકે – ઉથલાવી નાખવાની વાત તો ક્યાં રહી!”
લિસેસ્ટરે હાથમાંને કાગળ તુચ્છકારથી ફગાવી દીધો અને કહ્યું, “ભલે, નું કહે છે તેમજ થવાનું હોય, તે એ બધા ઉમરાવોની મદદ ધરી રહી. પણ હું પોતે કશો સામનો કર્યા વિના નહિ તાબે થાઉં. બસ જઈને એકદમ મારા સૈનિકોને તૈયાર થઈ જવા કહે – તેઓ બધાએ આયર્લેન્ડમાં મારા હાથ નીચે વફાદારીભરી સેવા બજાવી છે – જાણે સસેકસનાં માણસો તરફથી હુમલે થવાનો હોય એમ તેઓ શસ્ત્રસજજ થઈ જાય. શહેરના લોકોને પણ સાબદા થઈ જવાનું કહે – અને હુકમ મળતાં તેઓ રાણીના સૈનિકો અને સંરક્ષકો ઉપર તૂટી પડે.”
“યાદ રાખજો, મારા લૉર્ડ, કે આપે મને રાણીજીના સૈનિકોને જેર કરવા તૈયારી કરવાને હુકમ આપ્યો છે. એ ભયંકર મોટો રાજદ્રોહ કહેવાય; પણ આપના હુકમનું પાલન કરવામાં આવશે, એની ખાતરી રાખજો.”
મને કંઈ પરવા નથી; મારી પાછળ શરમ છે અને આગળ બરબાદી છે; મારે આગળ ધખે જ જવાનું છે.”
વાર્ને થોડી વાર ચુપ રહ્યો, અને પછી કશો આખરી નિશ્ચય કરી લીધો હોય એવો દેખાવ કરીને તે બોલ્યો, “મને જેનો ડર હતો તે મુદ્દા આગળ જ વાત આવીને ઊભી રહી છે – હવે મારે પણ કાં તો આખા દેશના સર્વોત્તમ ઉમરાવની બરબાદી શાંત રહીને કતદન જાનવરની જેમ જોઈ