________________
૨૮૭
અબઘડી મુલાકાત આપે! “ના રે ના, મારે એ ગાંડી સ્ત્રી સાથે હવે કશી માથાકૂટ કરવી નથી; તેણે અત્યાર આગમચ અમારી આગળ સારી પેઠે ઉત્પાત મચાવી મૂક્યો છે અને અમને અમારા માનવંતા ઉમરા સાથે નાહક અણબનાવમાં સંડોવ્યાં છે – હવે માંડ બાજી સુધરી છે, ત્યારે અમારે ફરીથી એ જોખમ ખેડવું નથી!” રાણીએ લિએસ્ટર સામે જોતાં જોતાં કહ્યું.
લિસેસ્ટરે કશો જવાબ ન આપ્યો.
રાણી વધુ લાડ કરતી તેના સામું જોઈને બોલી, “તમે લૉર્ડ, બહુ કિન્નાખોર લાગો છો; કશું ઝટ ભૂલતા નથી. પણ અમે તમને યોગ્ય સ્થળે અને યોગ્ય કાળે તે બદલ કપરી સજા કરીશું. અત્યારે તો હવે આ લેડી વાનેનું પ્રકરણ પતવી દઈએ. તે માસ્ટર્સ, એ પગલીની તબિયત તમે કેવી ગણો છો?”
તે અત્યારે એક પ્રકારની મગજની અસ્થિર હાલતમાં છે – એટલે અહીંના ઉત્સવ-સમારંભની ધમાલમાંથી તેમને ખસેડી તેમના પતિ પિતાને ઘેર દૂર લઈ જાય, એ સલાહભર્યું છે. અહીંના અવાજો અને હાલચાલ તેમના નિર્બળ બની ગયેલા મગજ ઉપર ખરાબ અસર કરશે.”
તે પછી વાર્નેએ તેને અહીંથી ઝટપટ ખસેડી લેવી જોઈએ નહીં તે થોડા વખતમાં તે પોતાની જાતને બધાની રાણી માનવા લાગશે અને હુકમ ફરમાવવા માંડશે. આવી સુંદર અને નાજુક સ્ત્રીનું મગજ આવું અસ્થિર ક્યાંથી? તમે શું માનો છો, મારા લૉર્ડ?”
ખરેખર, એ કરુણતા જ કહેવાય.”
“પણ કદાચ તમને અમે તેને સુંદર કહી અને ગણાવી તે પસંદ નહિ આવ્યું હોય. કેટલાક પુરુષોને આવી નમી ગયેલી કમળની દાંડી જેવી નમ્રકોમળ પૂતળીઓ નથી ગમતી, પણ વધુ સખત લડાઈ આપે એવી પ્રતાપી સહચારીઓ પસંદ હોય છે – જેમના ઉપર વિજય મેળવવામાં તેમને પોતાનું બધું પુરુષાતન દાખવવું પડે, ખરુંને મારા લૉર્ડ?
લિસેસ્ટરે ધીમે અવાજે જવાબ આપ્યો, “આપ નામદાર માનો છો તે કરતાં મારો પ્રેમ બહુ ઊતરતી કક્ષાને છે; કારણકે તે એવી જગાએ સ્થિર થયો છે, જ્યાં તે કદી હુકમ બજાવવાની ઇચ્છા પણ કરી શકે તેમ નથી; જેની માત્ર તાબેદારી જ ઉઠાવવા તે રાજી છે.”