Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 308
________________ હરામખાર, સાબદો થઈ જા ! લિસેસ્ટર આટલું કહીને ચાલ્યા જ ગયા હોત, પણ પેલા મહારાવાળાએ તેને પકડી રાખ્યા. 66 “ જે આપની વટ-આબરૂને લગતી બાબત વિષે વાત કરવા માગતા હોય, તેમને આપના સમય ઉપર અને આપના હાથ ઉપરનાં કામ ઉપર પણ પ્રથમ-હક છે, મારા લૉર્ડ.” “મારી વટ-આબરૂ વિષે સવાલ ઉઠાવનાર તું બહુ તુમાખીભર્યો માણસ લાગે છે; અને અત્યારે ઉત્સવ-સમારંભ દરમ્યાન મળતી છૂટનો ગેરલાભ ઉઠાવે છે. તારું નામ બાલી દે, હું હુકમ કરું છું.” “કૉર્નવૉલના એડમંડ ટ્રેસિલિયન,” પેલા મહારાવાળાએ જવાબ આપ્યા; “મારી જીભ ચાવીસ કલાક માટે આપેલા વચનથી બંધાઈ રહી હતી – હવે એ મુદત પૂરી થઈ છે – અને આપને જ પ્રથમ એ વાત કરવા ઇચ્છીને આપને હું ન્યાય કરી રહ્યો છું.” લિસેસ્ટર જેના ઉપર વેર લેવા તલસી રહ્યો હતા – સળગી રહ્યા હતા, તેને આમ સામે આવીને ઊભેલા જોઈ, તેના હૃદયમાં ત્યાં ને ત્યાં પેાતાની કટાર ખાસી દેવા તે ઉત્સુક થઈ ગયા; પણ વખત અને સ્થળ વિચારીને એકદમ શાંત થઈ ગયા અને બાલ્યા – - ૨૯૧ 66 ‘અને માસ્ટર એડમંડ ટ્રેસિલિયન મારે હાથે શાની અપેક્ષા રાખે છે, વારુ ?” “ન્યાયની, મારા લૉર્ડ,’ 66 ન્યાય મેળવવાના તો દરેક જણને હક છે, અને તમને માસ્ટર ટ્રેસિલિયન, જર ન્યાય મળશે. “આપની ખાનદાની પાસેથી હું એથી ઓછા કશાની અપેક્ષા રાખત નથી; પણ વખત ટાંચા છે, હું આપને આપના શૅમ્બરમાં મળી શકું? મારે આજે રાતે જ આપની સાથે વાત કરી લેવી જોઈએ.” - “ના, ના, તમને હું ઘરના છાપરા નીચે – અને તેય મારા ઘરના છાપરા નીચે નથી મળવા માગતો; આપણે ખુલ્લા આકાશ તળે જ મળીશું.” “આપ કંઈ અસ્વસ્થ કે આકળા થઈ ગયા લાગેા છે, મારા લૉર્ડ; પણ આમાં મિજાજ ગુમાવવા જેવું કશું નથી. છતાં આપ ખુલ્લામાં જ મળવા માગતા હો તો મને વાંધા નથી. પણ મને આપના અર્ધા કલાક વગરના – મળવા જોઈએ.' ડબલ "" -

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346